તાજેતરમાં હૈદ્રાબાદમાં એક શિક્ષિત અને શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિએ અંધશ્રધ્ધાના વહેમમાં પોતાની બે યુવાન પુત્રીઓની હત્યા કરી છે. આ સમાચાર કમકમાટીભર્યા છે. દેશને પછાત રાખતા અનેક પરિબળોમાંનું એક કારણ અંધશ્રધ્ધા પણ છે.
મંત્ર, તંત્ર, જાપ, શુકન-અપશુકન, માદળિયાં, તાવીજ, નજરબંધી, મૂઠ, પરકાયા પ્રવેશ, ગુપ્ત ખજાનાની શોધ, એકના ડબલ, રૂપિયાનો વરસાદ, ખોવાયેલ વ્યકિતનો પત્તો વગેરે અંધશ્રધ્ધાના સ્વરૂપો છે.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે કહેવત દેશના દરેક ભાગમાં સાર્થક થઇ રહી છે. દેશના ખૂણે ખૂણામાં લોકો એકના ડબલ કરવાની લાલચમાં છેતરાય છે. અનેક બાબાઓ સ્વામીઓ યૌન શોષણના આરોપસર જેલની હવા ખાઇ રહયા છે. આમ છતાં તેમનો ધંધો પણ ધમધોકાર ચાલી રહયો છે.
મહારાષ્ટ્રમાં ડો. નરેન્દ્ર લભોલકરે અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન માટે ઝુંબેશ ચલાવી હતી. મહારાષ્ટ્ર સરકારનો પ્રતિભાવ પ્રોત્સાહક હોવાથી ડો. દાભોલકરે 16 દિવસના મહારાષ્ટ્ર વિધાનસભા સમક્ષ ઉપવાસ કર્યા હતા.
તેમની હત્યા બાદ મારાષ્ટ્ર સરકારે અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન ઘડયો હતો. ત્યારબાદ છત્તીસગઢ રાજયોએ પણ આવા કાનૂનો પસાર કર્યા છે. ગુજરાતમાં અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન માટે છેલ્લા 15 વર્ષથી માગણી કરવામાં આવી રહેલ હોવા છતાં ગુજરાત સરકાર આંખ આડા કાન કરી રહી છે.
સમગ્ર દેશમાં અંધશ્રધ્ધા કરતૂકો અને વ્યાપ લક્ષમાં લેતા દેશવ્યાપી અંધશ્રધ્ધા નિર્મૂલન કાનૂન ઘડી પ્રજાને અંધશ્રધ્ધામાંથી ઉગારવાની જરૂર છે.
સુરત – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.