Dabhoi

કાયાવરોહણના મેનપુરાની પોલી પ્લાસ્ટમા બ્લાસ્ટ, એકનું મોત, સાતને ઇજા

કંપનીમા પત્રકારોને પ્રવેશ ના અપાતા શંકા કુશંકાઓ

ડભોઇ: ડભોઈ તાલુકાના કાયાવરોહણના મેનપુરા ગામની સીમમા આવેલી પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટનો બનાવ બનતા હડકંપ મચી ગયો છે કંપની ધ્વારા ગ્રામ પંચાયતના સભ્યો કે પત્રકારોને પ્રવેશ ના અપાતા કુલડી મા ગોળ ભંગાયાની શંકા પ્રબળ બની છે
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ના મેનપુરા ખાતે પોલીપ્લાસ્ટ કંપની કાર્યરત છે. જેમાં આજે સવારે કંપનીના કર્મચારી શર્મા શિવપ્રસાદ મલ્લુભાઈ સવારે ૬ વાગ્યે ટ્રોલી વડે ઓવનમાંથી રેજીંગ પીપ બહાર કાઢતા હતા. તે દરમિયાન પીપનુ ઢાંકણ ખુલતા તેમાથી અચાનક એકદમ રોજ કરતા વધારે ગરમ થવાને કારણે તેમાંથી વધારે વરાળ નિકળી ધુમાડા જેવુ નિકળવા લાગતા તેમાથી રેજીંગના શર્મા શિવપ્રસાદ મલ્લુ ભાઈ રે.મુ. જિ ગોરખપુર ઉતરપ્રદેશ, ડાબા હાથે અને બંને પગ પર પડતા દાઝી ગયા હતા અને ઉપેન્દ્ર નામના કર્મચારી ડાબા પગે રેજીંગના છાંટા ઉડતા દાઝી ગયા હતા. જયારે શિવપ્રસાદ શર્મા ભાગવા જતા પડી ગયા હતા. જેને ડાબા પગે ઈજા થઈ હતી. સાથે નોકરી કરતા દુર્ગેશ યાદવ અને શ્રી રંગ ચૌધરીને પણ નાની મોટી સામાન્ય ઈજા થઈ છે. જેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ વાત વાયુવેગે ડભોઇ તાલુકામા ફેલાતા પત્રકારો પણ કંપની સામે ભેગા થયા. પરંતુ કંપનીના વહીવટકર્તાઓએ કંપનીના દરવાજા બંધ કરી દીધા હતા. કોઈને પણ કંપનીમાં જવા ના દેતા તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે. કહે છે કંપની પાસે ફાયર સેફટી ના સાધનો ટાંચા હતા. જો બધુ જ બરાબર હોય તો કંપની સંચાલકોએ જાતે આગળ આવી ગામના આગેવાનો અને પત્રકારોને કંપની બતાવવામાં શુ વાંધો હોઈ શકે ? માની લઈએ સબ સલામત છે તો દરવાજા બંધ કરવા પાછળનો તર્ક શુ હોઈ શકે ? સરકાર ના પ્રદુષણ વિભાગ અને અન્ય વિભાગે તપાસણી કરી સરકારમાં અહેવાલ આપી દેવાની માંગ ઉઠવા પામી છે.

ધારાસભ્ય શૈલેષ મહેતાએ સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો

વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલનમાં ડભોઇ તાલુકાના કાયાવરોહણ પાસે મેનપુરા ગામની સિમમાં પોલી પ્લાસ્ટ કંપનીમાં બનેલા બ્લાસ્ટના બનાવ ને લઇ ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ કલેક્ટરને રજુઆત કરી હતી. આ કંપની માં ફાયર એન.ઓ.સી નથી તેવું જાણવા મળ્યું છે. તો તેની તપાસ થાય જો આ કંપની ફાયર એનઓસીના ધરાવતી હોય તો તેના પર એક્શન લેવા કહ્યું હતું.

Most Popular

To Top