Business

કાયદા અને ગેરફાયદા

કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ! માનવજીવનમાં કાયદાની અસર એટલી બધી વ્યાપક હોય છે કે માણસના જન્મથી મૃત્યુ સુધી અને તે પછી પણ કાયદો તેને ઘેરીને ઊભો હોય છે. એટલે કોઈ એમ પૂછે કે ‘કાયદો ક્યાં છે!?’ તો એ પ્રશ્ન સામે ઉત્તર સ્વરૂપે બીજો પ્રશ્ન પૂછવો પડે કે ‘કાયદો ક્યાં નથી!?’

અર્થાત્, કાયદો સર્વત્ર છે! ખેર, કાયદાના વિવિધ વિષયોથી રાજકારણ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સમાજના આકાર આપી શકાય છે! અપવાદરૂપેના કિસ્સામાં દિલ્હીના એક કાળા કોટ વગરના યુવક વકીલે વકીલાતની ૧.૫૦ કરોડની દુકાન ખોલી ૫૦ લાખનું ફર્નિચર પણ આઘાત અને આશ્ચર્યસહ, અસ્ત્રશસ્ત્ર વગરનો સિપાઈ નકામો તેમ અસ્ત્રા વિનાનો હજામ નકામો! કાયદાના ચોપડા અને લાયબ્રેરી વિનાની એ વકીલ મહાશયની ભવ્યાતિભવ્ય ઓફીસ….! પછીથી વકીલ આલમમાંથી ખબર પડી કે, આ બ્રિફલેશ વકીલ રાજકીય ક્ષેત્રે જોડાયેલ વજનદાર મોટું માથું છે પણ ગોઠવણ ધરાવતી માલ એન્ડ કરપ્ટ પ્રેકટીસ કાનૂનની ખિતાબ વગર કરે છે! જે દુઃખદ અને શરમજનક લેખાય!
ગોપીપુરા, સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શિક્ષણ ક્ષેત્રે કલંક
શિક્ષણ જેવા પવિત્ર ગણાતા ક્ષેત્રને કલંક લગાડનારી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા હોય છે. એમને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપીને વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં કર્યાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. શિક્ષણના વ્યવસાયમાં જોડાયેલા આવા શિક્ષકોને ચોક્કસ સજા મળવી જોઈએ પણ આપણા માટે તો એસ.એસ.સી., એચ.એસ.સી કે અન્ય પરીક્ષામાં પાસ થવું મહત્ત્વનું બની ગયું છે. આજે સવાલ મહત્ત્વનો એ છે કે જિંદગીની પરીક્ષામાં પાસ થવું મહત્ત્વનું છે કે ભણતરની? આપણા દેશમાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સજારૂપ બની ગયું છે. વિદ્યાર્થીઓ પર પ્રથમ નંબરે આવવા માટે કે સારા માર્કસ લાવવા માટે દબાણ આપતું હોય છે એને કારણે આજનો વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે એવા કિસ્સાઓ પણ બન્યા છે. આવી ઘટના કોઈ પણ સમાજ, દેશ કે સરકાર માટે શરમજનક ગણાય.
અડાજણ, સુરત       – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top