સુરત: સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ દૂર કરવા ગુજરાત હાઇકોર્ટની ડબલ બેન્ચ દ્વારા નડતર બાંધકામો દૂર કરવા 2021 માં હુકમ થયા હોવા છતાં ત્રણ વર્ષ સુધી કલેકટર દ્વારા કોઈ કાર્યવાહી ન કરી પેસેન્જરોને માથે જોખમ રાખી બિલ્ડરોને બચાવવા પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો જુદા જુદા વિભાગને કરવામાં આવેલી આરટીઆઈ અરજીના પ્રત્યુત્તરમાં થયો છે.
- સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ કરેલી આરટીઆઈ અરજીઓમાં ચોંકાવનારા ખુલાસા થયા
- ત્રણ વર્ષ સુધી કલેકટર દ્વારા કોઈ કાર્યવાહી ન કરી પેસેન્જરોને માથે જોખમ રાખી બિલ્ડરોને બચાવવા પ્રયાસ કર્યો?
સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો તોડવા સુરત કલેકટરની લાપરવાહી બહાર આવી છે. 2021 માં સુરત એરપોર્ટ પર વિમાનને નડતરરૂપ બાંધકામો તોડવા આપેલા આદેશમાં સુરત કલેકટરને જવાબદારી સોંપી હતી. કોર્ટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને ડિમોલિશન માટેની સાધન સામગ્રી સહિતની મદદ કરવા મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપ્યો હતો. વર્ષ 2021થી 2025 સુધીના સમયગાળાના સુરત કલેકટર બધું જાણતા હોવા છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
RTI અંતર્ગત સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા એ જણાવ્યું હતું કે, RTI હેઠળ મળેલી માહિતી ચોંકાવનારી છે. પેસેન્જર,વિમાન અને સુરતના નાગરિકોની સુરક્ષા નેવે મૂકી એરપોર્ટ ઓથોરિટી, કલેકટર અને મહાનગરપાલિકા એ એકબીજાને પત્ર લખી બાંધકામ ન તોડવા ખો આપી હતી.3 વર્ષથી હુકમ થયો હોવા છતાં કોઈ કામગીરી કરવા આવી ન હતી.એવું સુરત મહાનગર પાલિકા અને કલેક્ટર વિભાગ વચ્ચે થયેલા પત્રવ્યવહાર પરથી ફલિત થાય છે.
એરપોર્ટ અથોરીટી દ્વારા વર્ષ 2018 માં 50 જેટલા પ્રોજેક્ટોમાં કરવામાં આવેલ સંયુક્ત અવરોધ સર્વેક્ષણમાં 41 જેટલા પ્રોજેક્ટોમાં NOC ના ઉલ્લંઘન મળી આવેલ હતા. જે અંતર્ગત એરક્રાફ્ટ રૂલ્સ 1994 મુજબ 41 જેટલા પ્રોજેક્ટોને બિલ્ડીંગની ઊંચાઈ ઓછી કરવા નોટીસ આપવામાં આવેલ છે.
41 પ્રોજેક્ટોમાંથી 14 જેટલા પ્રોજેક્ટો સુઓ મોટો (સ્વૈચ્છિક) રીતે બિલ્ડીંગમાં અવરોધ રૂપ ઊંચાઈ ઓછી કરવા સહમતી દર્શાવવામાં આવી હતી. DGCA દ્વારા તમામ બાકી રહેલ તમામ 27 પ્રોજેક્ટોના બિલ્ડરોને ખાનગી હિયરીંગ કરી તા.06/08/2021 ના રોજ 8 હુકમ, તા.09/08/2021 ના રોજ 17 હુકમ, તા.10/08/2021 ના રોજ 2 હુકમ કરીને 27 પ્રોજેક્ટોને 60 દિવસ સમય મર્યાદામાં બિલ્ડીંગની ઉચાઇ ઓછી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
DGCA ના આખરી હુકમ સામે 21 જેટલા પ્રોજેક્ટના ડેવલેપર – બિલ્ડરે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં (1. સેલેસ્ટિયલ ડ્રીમ, 2. ક્રિસ્ટલ પેલેસ, 3. હોરિઝોન, 4. રસિકવિલા, 5. સાલાસર પેલેસ, 6. સમર્થ એન્કલેવ, 7. શ્રીજી રેસિડેન્સી, 8. શ્રૃંગાર રેસિડેન્સી, 9. ઓમ આઇકોન, 10. શ્યામ પેલેસ, 11. સ્ટાર ગેલેક્ષી, 12. ગોકુલ પ્લેટિનમ, 13. ગ્રીન ફોર્ચ્યુન, 14. સેવન હેવન એપાર્ટમેન્ટ, 15. એમ્પાયર રેસિડેન્સી, 16. આગમ એક્રોસ રોડ , 17. સ્વસ્તિક વિહાર એપાર્ટમેન્ટ, 18. જોલી રેસિડેન્સી, 19. હેપ્પી ગ્લોરિયસ 20. ધ ઇવોલ્યુશન, 21. હેપ્પી રેસિડેન્સી),નો સમાવેશ થાય છે.જ્યારે
આ 6 પ્રોજેક્ટના બિલ્ડર દ્વારા કોઇ જ અપીલ કરવામાં આવી ન હતી
(1. ફ્લોરેન્સ, 2. જશ રેસિડેન્સી, 3. સર્જન એપાર્ટમેન્ટ, 4. ફિઓના એપાર્ટમેન્ટ, 5. રવિ રત્નમ એપાર્ટમેન્ટ , 6. એલ એન્ડ ટી ) અવરોધ રૂપ ઉચાઇ તોડી પાડવા AAI દ્વારા કલેકટર સુરતને તા.27/07/202 ના રોજ જાણ કરવામાં આવી હતી જે પત્ર વ્યવહાર સુરત મહાનગરપાલિકા સાથે પણ કરવામાં આવ્યો હતો.
તા.16/09/2022 ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (શહેરી વિકાસ ખાતું ) કલેકટરને પત્ર લખીને જાણકારી આપવામાં આવે છે કે DGCA ના આખરી હુકમ સામે જે 6 પ્રોજેક્ટો અપીલમાં નથી ગયા તે પ્રોજેક્ટોના અવરોધરૂપ પ્રોજેક્ટની ઊંચાઈનો નિકાલ કરવા એરપોર્ટ ડીરેક્ટર દ્વારા કલેકટરને પત્ર લખીને જરૂરી કાર્યવહી કરવા માંગ કરી હતી.
સુરત એરપોર્ટ ડીરેક્ટરના તા.27/07/2022 ના આખરી હુકમ અને સુરત મહાનગરપાલિકાનું તા.16/09/2022 ના યાદગીરી પત્ર પછી પણ કલેકટર દ્વારા અંદાજે 3 વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ સમગ્ર બાબતો જોતા એવું લાગે છે કે બિલ્ડરોને નુકશાન ન પહોંચે,એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.સુરત જીલ્લા કલેકટર દ્વારા સુરત શહેરના 70 લાખ નાગરીકો જોડે અને એરપોર્ટની સુરક્ષા સાથે જાણી જોઇને ચેડા કરવામાં આવ્યા હોવાનું ફલિત થાય છે. RTI અંતર્ગત મળેલી માહિતી સુરત જીલ્લા કલેકટરની ઘોર બેદરકારી દર્શાવે છે.અમદાવાદ વિમાન દુર્ઘટના સુરતમાં બને ત્યારે પોતાની જવાબદારી ફિક્સ થઈ શકે એવા ભયે 3 જુલાઈ 2025 ના રોજ સુરત એરપોર્ટ ડિરેક્ટર એ.કે.શર્મા અને સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી એરપોર્ટ ઓથોરિટી અને સુરત મહાનગર પાલિકા એ સંકલન કરી જે મિલ્કતો પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે નથી,એનું ડિમોલિશન કરવા જણાવ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સુરત કલેકટર સક્રિય થયા
અમદાવાદ દુર્ઘટના બાદ સુરતમાં પણ આવી ઘટના બની શકે તેમ છે તેવા માધ્યમોમાં એહવાલો પછી સુરત સુરત જીલ્લા કલેકટર સંભવિત ઘટનાથી ગભરાઈને જાગે છે અને તા.03/07/2025 ના રોજ એરપોર્ટ ડીરેક્ટર સુરત અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ બિલ્ડીંગો તોડવાની જવાબદારી એરપોર્ટ અથોરીટી અને SMC નાં માથે નાખે છે અને આ ડીમોલીશન માટે સુરત મહાનગરપાલિકાના સંકલનમાં રહીને ડીમોલીશન પૂર્ણ કરીને એહવાલ કલેકટરને મોકલી આપવા સૂચના આપે છે. જોકે 2021 ના હાઇકોર્ટનો ચુકાદો કહે છે કે, કલેકટરે એરપોર્ટ ઓથોરિટી અને સુરત મહાનગર પાલિકા વચ્ચે સંકલન ગોઠવી આ ડિમોલિશન પાર પાડવા જણાવ્યું છે.