Charchapatra

ચીનની માયાજાળ

બાળકોને માયાવી નગરીની વાર્તાઓ કલ્પનાવિહાર કરાવે છે પણ આજેય એવી માયાવી નગરી ચીનમાં છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીન તેના એક શહેર ચોંગકિંગનો ઉપયોગ યુધ્ધની રાજધાની તરીકે કરતું હતું. આજે કોઈ વિડીયોગેમ જેવો અનુભવ કરાવીને એ નગર વિશ્વભરમાં ખાસ લોકપ્રિય થયું છે. આ સિટીને પઝલ જેવું બનાવવા પાછળ ચીનનું યુધ્ધશાસ્ત્ર મુખ્ય કારણ છે. કદાચ આવા શહેરને આલમની અજાયબી પણ કહી શકાય. ચીનની મેગાસિટી ચોંગકિંગમાં ફરવું, એ કોઈ ભૂલભૂલામણીમાં ગુમ થવા જેવો અનુભવ કરાવે છે. અમેરિકન ટ્રાવેલર્સ તેનો પ્રવાસ કરાવે છે.

 આ પૃથ્વીનું તે સૌથી ક્રેઝી સિટી છે, જેમાં છત પર પેટ્રોલપંપ છે. એપાર્ટમેન્ટની બિલ્ડીંગની અંદરથી મેટ્રો ટ્રેન પસાર થાય છે.કાર માટે લિફટની વ્યવસ્થા છે. તેમાં આવેલી નદીમાં તરતી મલ્ટી-સ્ટોરીડ રેસ્ટોરાંયે છે અને પાછો વિશ્વનો સૌથી ઊંડો સબ વે પણ છે. બિલ્ડીંગ જેટલો, એકસો અઢાર મીટર નીચે જાય છે અને લિફટમાં જતાં પંદર મિનિટે ગ્રાઉન્ડ ફ્લોર આવે છે. આ નગરમાં ચાલવું તો મૂંઝવણભરેલું છે જ, પણ એક ખોટા વળાંક બાદ કલાકો સુધી ગોથાં ખાવાં પડે છે. સાઉદી અરેબિયાએ પણ હાલ આવી અજાયબી સર્જી છે. તેના રિયાદા નગરમાં ‘મુકાલ’ ટાવર બનાવી માયાવી નગરીનું સર્જન કરી રહ્યો છે.
 સુરત, યુસુફ એમ. ગુજરાતી

Most Popular

To Top