SURAT

સુરતમાં 1 કરોડની કિંમતનો 38 કેરેટનો CVD ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર બન્યો

સુરત : સુરત ડાયમંડ એસોસિએશન આયોજિત કેરેટ્સ ડાયમંડ એક્ષ્પો – 6 ને સારો પ્રતિસાદ મળ્યો છે. આજે ત્રીજા દિવસે સમાપન સમારોહ પૂર્વે કુલ 6582 લોકોએ વિઝિટ લીધી હતી. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે, ત્રણ દિવસના જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શન દરમિયાન 3500 જેટલા જેન્યુઇન ખરીદારો પહોંચ્યા હતા.

  • સુરત ડાયમંડ એસો.ના કેરેટ્સ ડાયમંડ એક્સ્પોનું સમાપન, 3500 બાયર મુલાકાતે આવ્યા
  • ત્રિદિવસીય પ્રદર્શનમાં પતલી સાઇઝના હીરા, લેબગ્રોન, સોલિટેર પોલકી કટ, નાની જ્વેલરીની ડિમાન્ડ જોવા મળી

અમારા અંદાજ મુજબ ઘણા એક્ઝિબિટર્સને દિવાળી સુધી ચાલે તેટલું કામ મળ્યું છે. પતલી સાઇઝના હીરા, લેબગ્રોન, સોલિટેર પોલકી કટ, નાની જ્વેલરીની ડિમાંડ જોવા મળી છે. ફીડ બેક ફોર્મમાં એક્ઝિબિટર્સને ખૂબ લાભ થયાનો નિર્દેશ મળ્યો છે.

ત્રિદિવસીય કેરેટ્સ એક્ઝિબિશનમાં 1 કરોડની કિંમતનો 38 કેરેટનો સીવીડી આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એ ઉપરાંત ટેબ્લેટ કટનો દુનિયામાં એકમાત્ર હીરો કેરેટમાં ડિસ્પ્લેમાં મૂકાયો હતો, એ જોવા મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. દેશ વિદેશથી આવેલા 200 બાયર્સ માટે SDA દ્વારા આવવા મુલાકાતે જવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા છેલ્લા 6 વર્ષથી યોજાતા લુઝ અને પોલિશ્ડ ડાયમંડ તથા ડાયમંડ મશીનરીના એક્ષ્પોની છઠ્ઠી એડિશનમાં 73 ડાયમંડ વિક્રેતાઓ, ઝવેરીઓ દ્વારા હજારો કેરેટ્સના કરોડો રૂપિયાના ઝગમગતા હીરા તેમજ ઝવેરાતનું ડિસ્પ્લે કરવા આવ્યું છે.

Most Popular

To Top