ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સને તેમના ક્રૂ સભ્યો તા.14 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ તા.1 જુલાઇના રોજ ગુરુવારે આ માહિતી આપી હતી. શુભાંશુ સહિત ચાર ક્રૂ સભ્યો એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પહોંચ્યા હતા.
તા.25 જૂને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિયમ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ડ્રેગન અવકાશયાન 28 કલાકની મુસાફરી પછી તા. 28જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યું હતું. જોકે, આ સમગ્ર મિશન 14 દિવસનું હતું. પરંતુ હવે અવકાશયાત્રીઓના પાછા ફરવામાં હજી ચાર દિવસનો વિલંબ થશે. જેથી તેઓ તા.10 જુલાઇએ આવાના બદલે હવે તા.14 જુલાઇએ પૃથ્વી પર પાછા ફરશે.
આ પહેલા તા.6 જુલાઈના રોજ, શુભાંશુની કેટલીક તસવીરો ISS સ્ટેશન પરથી બહાર પાડવામાં આવી હતી. જેમાં શુભાંશુ કુપોલા મોડ્યુલની બારીમાંથી પૃથ્વી તરફ જોતો જોવા મળ્યો હતો. કુપોલા મોડ્યુલ એક ગુંબજ આકારની અવલોકન બારી છે, જેમાં 7 બારીઓ છે.

ભારતે શુભાંશુ શુક્લાની સીટ માટે રૂ. 548 કરોડ ચૂકવ્યા છે
શુભાંશુ શુક્લા એક્સિયમ-4 મિશનનો ભાગ છે, જેના માટે ભારતે એક સીટ માટે રૂ. 548 કરોડ ચૂકવ્યા છે. આ એક ખાનગી અવકાશ ઉડાન મિશન છે, જે અમેરિકન અવકાશ કંપની એક્સિયમ, નાસા અને સ્પેસએક્સ સાથે ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે.
આ કંપની તેના અવકાશયાનમાં ખાનગી અવકાશયાત્રીઓને ISS માં મોકલે છે.શુભાંશુ ISS માં ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના 7 પ્રયોગો કરશે. આમાંથી મોટાભાગના જૈવિક અભ્યાસો છે.
તેઓ NASA સાથે 5 અન્ય પ્રયોગો કરશે, જે લાંબા અવકાશ મિશન માટે ડેટા એકત્રિત કરશે. આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગો ભારતના ગગનયાન મિશનને મજબૂત બનાવશે.