Dakshin Gujarat

VIDEO: ધરમપુરમાં નદીની વચ્ચોવચ્ચ બે યુવકો 3 કલાક ફસાયા, પત્થર પર ચઢી જીવ બચાવ્યો

ધરમપુરઃ વાસંદા તાલુકાના અડીને આવેલાં ધરમપુર બોર્ડર ને લગતાં નિરપણના બે યુવકો તાન નદીના નીચા કોઝવે ઉપરથી જાગીરી ગાડીનો જેક લેવાં માટે આવ્યા હતા બાદ પરત ફરતી વેળાએ અચાનક પાણીનો વહેણ વધી જતાં બન્ને જણાં બાઈક સાથે ખેંચાયા હતા.

  • જાગીરી નિરપણ વચ્ચે ડુબાવ કોઝવે ઉપરથી પસાર થતાં બે યુવકો બાઈક સાથે તણાયા
  • વાસંદા મામલતદાર ને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી ત્રણ કલાકની જહેમત બાદ બે યુવકોને સહી સલામત બહાર કાઢ્યા

સદ્દનસીબે બન્ને યુવકોને તરતાં આવડતું હોવાથી તરીને નદીના વચ્ચે આવેલાં પથ્થરના ટાપુ પર જતાં રહ્યા હતાં. નદીની વચ્ચોવચ્ચ ફસાયેલાં બન્ને યુવકોને જોઈ સ્થાનિક રહીશોને જાણ કરી હતી. ત્યાર બાદ આજુબાજુના રહીશોએ સ્થળ ઉપર આવી આ ઘટનાની જાણ ચીખલી વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને કરી હતી.

ધારાસભ્યએ જાણ કરતા મામલતદાર તથા વાસંદાનાં પીએસઆઇ ચાવડા તથા પીઆઇનો કાફલો દોરડા સહિત સેફ્ટીના સાધનો સાથે તરવૈયાઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. સ્થાનિક રહીશોની મદદ સાથે દોરડુ બાંધી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકે બે થી ત્રણ કલાકની જહેમત બાદ રેસ્ક્યુની ટીમે બન્ને યુવકોને સલામત રીતે પાણીનાં વહેણમાંથી બહાર કાઢતાં તંત્રએ રાહત અનુભવી હતી.

ઘટનાની જાણ જાગીરીના ડેપ્યુટી સરપંચ શિવલુ ભાઈ જાદવ તથા ગામનાં આગેવાન દોડી આવ્યા હતા. નડગધરીના સામાજિક કાર્યકર્તા દિનેશ ભોયાએ જણાવ્યું હતું કે જાગીરી નિરપણનાનો કોઝવે ત્રણ જીલ્લા તથા મહારાષ્ટ્ર રાજયને ઉપયોગી છે. આ નીચો કોઝવેનાં સ્થાને પ્રજાની સુખાકારી અને સલામતી માટે તંત્ર દ્વારા બીજું કોઝવેનું નિર્માણ કરવામાં આવે એ ખુબજ જરૂરી છે બન્યું છે.

Most Popular

To Top