બોલિવૂડની જાનદાર અભિનેત્રી હુમા કુરેશી પોતાની મરજીની માલિક છે. પોતાના અભિનયથી ભલભલા એક્ટરોને ઝાંખા પડતી હુમા આ વિકમાં મલિક ફિલ્મમાં આવી રહી છે પણ જેટલી પરદા પર જોવી ગમે રિયલ લાઈફમાં હુમા એવી જ મનમોજી છે. તેવું તેની નજીકના લોકો કહે છે. આ એવી જ વાતચીતમાં હુમાને વધારે નજીકથી જાણીયે.
• સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું ગમે છે?
કોફી અને ફોન ચેક કરવો.
• જો એક દિવસ માટે કોઈ સેલિબ્રિટી બની શકે તો કોણ હશે?
રિહાના – એ તો ટોટલ બોસ લેડી છે.
• તારી સૌથી ફેવરિટ ફિલ્મ, જેમાં તું નથી!
મુગલ-એ-આઝમ, ઓલ ટાઈમ ક્લાસિક છે યાર…
• એ ડીશ જેને તું ક્યારેય ના નહીં કહે?
બટર ચિકન અને નાન.
• કોઈ સિક્રેટ ટેલેન્ટ કે જે કોઈને ખબર નથી?
હું ઘણી સારી મિમિક્રી કરી શકું છું, સ્પેશ્યલી ડિરેક્ટર્સની.
• તને હવે કોઈ પ્રપોઝ કરે તો શું કહીશ?
એ તેના પર નક્કી કરે છે કે કોણ પ્રપોઝ કરી રહ્યું છે.
• લાઈફમાં સૌથી ક્રેઝી ફેન મોમેન્ટ?
હું જ્યાં શૂટ કરતી હતી ત્યાં એક ફેન સતત ત્રણ દિવસ સુધી બેઠો રહ્યો!
• તારો સેલેબ્રિટી ક્રશ?
કહું? રણબીર કપૂર.
• સાઉથ કે બોલિવૂડ – કયું વધુ ચેલેંજિંગ લાગ્યું?
સાઉથમાં ખૂબ ડેડિકેશન છે, પણ બોલિવૂડ મારુ હોમ ગ્રાઉન્ડ છે.
• વેકેશનમાં તું ક્યાં ભાગી જવા ઇચ્છે છે?
મને હમણાં ને હમણાં કોઈ ઇટલી મોકલી આપો!
• છેલ્લે કોને ‘I Love You’ કહ્યું હતું?
મારા પપ્પાને.
• જો તું એક્ટર નહીં હોતે તો શું બનતે ?
જો એક્ટર નહીં હોત તો ચોક્કસ રાઇટર કે શેફ બની હોતે. •