Gujarat

ગુજરાત ભાજપનો ગઢ છે તેવું ફરી એક વખત જનતા એ સાબિત કર્યું

AHEMDABAD : અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ ( BHAJAP) નો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. ભાજપના આ ભવ્ય વિજય અંગે પ્રત્યાઘાતો આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતે ભાજપનો ગઢ છે, તેવું ફરી એક વખત ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે. તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય ભાજપની કામ કરવાની પદ્ધતિ અને સિદ્ધાંતોનો વિજય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ( AMIT SHAH) વધુમાં કહ્યું હતું કે, રાજ્યની મહાનગર પાલિકાઓમાં 85 ટકા બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય બન્યો છે. કોંગ્રેસ માંડ માંડ 44 બેઠકો જીતી શકી છે. આમ છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો સંપૂર્ણ વિજય થયો છે. ભાજપના આ ભવ્ય વિજય બદલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ( VIJAY RUPANI) નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ( NITIN PATEL) અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ( C R PATIL) ની ટીમને અભિનંદન પાઠવું છું.

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, કોરોનાકાળ પછી આ પહેલી ચૂંટણી હતી. વિરોધ પક્ષ દ્વારા કોરોનાને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા કોરોના સામે લડત ચલાવી હતી. તેના ઉપર ગુજરાતની જનતાએ મહોર મારીને આપત્તિમાં લડવા માટે નવો જુસ્સો બતાવ્યો છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે, તેમ છતાં ગુજરાતની પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે. આગામી બંગાળની ચૂંટણીમાં પણ સારા પરિણામો આવશે. ગુજરાતના મહાનગરોના ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ ખોવાઈ ગઈ છે. કોંગ્રેસને આત્મચિંતન કરવાનો પ્રજાએ સંદેશ આપ્યો છે.


અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશની સીમાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. કોરોનાકાળમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને પણ વધુ ને વધુ લાભ થાય તે માટેના પ્રયત્નો કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહાનગરોની ચુંટણીના પરિણામોની જેમ તાલુકા -જિલ્લા પંચાયતોમાં પણ ગુજરાતનો નાગરિક ભાજપની સાથે ચટ્ટાનની જેમ ઉભો રહેશે, અને ભાજપને જંગી બહુમતીથી જીત અપાવશે. ગુજરાતની જનતાએ ભાજપને વિજય બનાવીને ફરી એક વખત કોંગ્રેસને નકારી કાઢી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top