Charchapatra

 ‘માનવ સેવા એ જ પ્રભુસેવા’

આપણે કેટલાય મોટા ગર્ભશ્રીમંત હોઈએ, જ્ઞાની કે સત્તાધારી હોઈએ, જો આપણાં હ્દયમાં માનવી પ્રત્યેનો કરુણાભાવ ન હોય તો આપણી મહત્તા કે મોટાઈ શૂન્ય ગણાવી જોઈએ. આમેય તમામ ધર્મોનો બોધ કે અર્ક ‘કરુણા’ ગણાય છે. એટલે જ કહીએ છીએ કે, ‘માનવ સેવા એ જ પ્રભુસેવા’ એનો ઉર્દૂ પર્યાય ‘ખિદમતે ખલ્ક ખિદમતે ખુદા’ છે. માણસ પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવવાની કોશિષ કરે છે. બીજાના માટે કંઈક જીવે છે ત્યારે તેને અલૌકિક સુખ મળે છે. સંસારનાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક અમર પગલાં મૂકી શકતાં નથી.

કોઈક શાળા કે કોલેજ કે અન્ય સેવાકીય સંસ્થાન સાથે પોતાનું નામ દાતા તરીકે જોડી શકતા નથી. બધા કંઈ એટલા શ્રીમંત હોતા નથી, પણ ઘણાં લોકો લાગણી એકઠી કરી શકાય એવા હોય છે. બીજાની જિંદગીમાં કંઈક ભાગ ભજવ્યો હોય છે. કોઈકના દુ:ખમાં સામેલ થયાં હોય છે. તેઓ દિલની દૌલત લુંટાવીને જીવ્યા હોય છે. પોતાની હેસિયત મુજબ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે અને આમ સેવારૂપી દીવડા પ્રગટાવીને માણસની જિંદગી ભૂખ અને તરસની પ્રાણી હસ્તીથી કંઈક વધુ ઊંચી ઊઠી જાય છે. યહી હે ઈબાદત યહી દીનો-ઈમા કે કામ આયે દુન્યા મે ઈન્સા કે ઈન્સા કારણ ઘણાં માણસોને જિંદગીએ, સમાજે, સંજોગોએ ઘણો અન્યાય કર્યો હોય છે. કેટલાંક માણસોને જિંદગી મનપસંદ વિકલ્પો આપતી હોય છે.
સુરત     – અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top