ડભોઈ: ડભોઇના ગોજાલી ગામમાં વૈવાહિક વિશ્વાસ તૂટતાં ઘાતકી ઘટના સામે આવી છે. શંકા, આતંક અને ક્રૂરતાએ મર્યાદા વટાવી દીધી અને પતિએ પોતાની જ જીવનસાથીને દયા માયા વિના બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધી.આ ઘટનામાં હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોજાલી ગામના નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે ઝીણાભાઈ વસાવા તેની પત્ની રાધાબેનના ગામમાં જ રહેતા રાજુ નામના ઇસમ સાથે આડા સબંધ હોવાની શંકાને લઇ પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલતાં હતા. જોકે સંબંધોમાંથી વિશ્વાસ તૂટી ગયા બાદ પતિ પ્રકાશે અનાચાર અને અંધશ્રદ્ધા જેવી ક્રૂર શંકાએ આખરે પત્નીનો જીવ લઈ લીધો.
પ્રકાશ વસાવાએ પોતાનાં મન lમાં અંધકારમય શંકાને તદ્દન અમાનવી રીતે અંજામ આપતાં પત્ની પર ઢોર મારકૂટ કરી, છેલ્લા ચાર દિવસ સુધી તડપાવતાં તેનું મોત નિપજ્યું હતું. દર્દથી ચીસો પાડતી, જીવ માટે ફફડતી રાધાબેનને સમયસર સારવાર મળતાં બચાવી શકાય એટલું પણ માનવિય ભાવ પણ પતિએ દાખવ્યું નહોતું.
ગામમાં ઘટના ફેલાતાં પોલીસ તંત્ર એલર્ટ થયું હતું. નાયબ જિલ્લા પોલીસ વડા આકાશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર હત્યારા પતિને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સમાચાર લખાય છે ત્યારે હત્યારા પતિ પ્રકાશ ઉર્ફ ઝિણાભાઈ વસાવાને પોલીસે ગણતરીના કલાકોમા ઝડપી આકરી પુછપરછ આદરી છે. પતિ પત્ની ના પવિત્ર સંબંધ શંકાની ઝપટમા આવી પવિત્ર સંબંધ ની હત્યા થઈ છે. જેની પાછળની વિગતો પોલીસ તપાસી રહી છે.
આ ઘટના સમગ્ર સમાજ માટે કલંકરૂપ છે. ઘરના ઓટલાથી મોતના દરવાજા સુધી પહોંચાડનારી આ ઘટના ફરી એકવાર દેશમાં સ્ત્રીઓ માટે સુરક્ષાના પ્રશ્નો ઉભા કરે છે. હવે પોલીસ તપાસ મા શુ વિગતો નિકળે છે એ જોવુ રહ્યું !