Vadodara

વડોદરા : તંત્રની બેદરકારીથી પડેલા ખાડાના કારણે બાળકનો હાથ ભાંગ્યો,નાગરિકે જાતે પૈસા ખર્ચી ખાડા પૂર્યા

અધિકારીઓને રજૂઆત છતાં કોઈએ કામ ના કર્યું

ભાયલી વિસ્તારમાં આવેલા રાયપુરા તરફ જવાના માર્ગે ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

વડોદરાના ભાયલી વિસ્તારમાંથી રાયપુરા જતા માર્ગ પર પડેલા એક ખાડામાં પડી જતા બાળકના હાથના ભાગે ફેક્ચર થયું હતું. આ ઘટના બાદ પૂર્વ સરપંચ હાલના ભાજપના કારોબારી સભ્યે વોર્ડ 10 ના નગર સેવકોને ખાડા પૂરવા જાણ કરવા છતાં સમસ્યાનો નિવેડો નહિ આવતા આજે તેઓએ પોતે જ પૈસા ખર્ચી ખાડા પૂર્યા હતા. ત્યારે, સત્તાધારી પક્ષનાજ હોદ્દેદારની રજૂઆત ધ્યાને લેવામાં આવતી ન હોય તો નાગરિકોનું શું ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહેલ હોય ત્યારે શહેર જિલ્લાના અનેકો આંતરિક તથા મુખ્ય માર્ગોની હાલત ખખડધજ અવસ્થામાં છે, તેવામાં વડોદરા તાલુકામાં આવતા ભાયલી વિસ્તારમાંથી રાયપુરા જતા માર્ગની હાલત પણ આ જ પ્રકારની હોય અને ખાડા ના કારણે એક પરિવાર આ માર્ગ પર થી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ખાડાના કારણે વાહનનુ સંતુલન બગડતા બાઈક પર સવાર પરિવાર ખાડામાં પડી જતા બાળકનો હાથ ફ્રેક્ચર થયો હતો. આની જાણ પૂર્વ સરપંચ અને હાલ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર ના કારોબારી સભ્ય અરવિંદભાઈ પટેલને થતા તેઓ દ્વારા વોર્ડ નંબર 10ના નગરસેવકોને આ ખાડાઓ અંગે પૂરાણ કરવા માટેની જાણ કરવામાં આવેલ હતી. તેઓ દ્વારા જાણ કરેલ હોવા છતાં તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા આજરોજ અરવિંદભાઈ પટેલ દ્વારા સ્વખર્ચે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્પોરેટરોને તથા વડોદરા મહાનગર પાલિકાને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top