વડોદરા મહાનગરપાલિકાની કચેરીને તાળાબંધી કરવાના સામાજિક કાર્યકરોના એલાનને પગલે પોલીસનો સ્ટાફ પાલિકા કચેરી ખાતે ખડકી દેવાયો
છેલ્લા ચારેક દિવસથી વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે સામાજિક કાર્યકર તથા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓ સામે રાજીનામા અને તેઓને બરખાસ્ત કરવાની માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યાં છે જેના ભાગરૂપે મેયરની નેમ પ્લેટ તોડી શ્યાહી થી મેયરની કચેરી ના દરવાજા ને રંગી મેયરને પનોતી ગણાવી રાજીનામું માંગવામાં આવ્યું હતું અને હવે છેલ્લા બે દિવસથી સામાજિક કાર્યકરો દ્વારા વડોદરામાં ખાડાવાળા રોડ રસ્તાઓ, ખાડાને કારણે એકનું મોત,ગંદા પીવાના પાણી મુદ્દે તેમજ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ની કામગીરીમા ભ્રષ્ટાચાર ના આક્ષેપો સહિતના મુદ્દે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને રાજીનામું આપવાની માગ સાથે પાલિકા કચેરીને સામાજિક કાર્યકરો દ્વારા તાળાબંધી કરવાનું એલાન કરતાં પાલિકા કચેરીને આજે સવારથી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી અને પાલિકા કચેરી ખાતે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી છે.