અમેરિકામાં કદાચ સેટલ થઇ જાય તો પણ જીવન સરળ નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી વિઝિટર વિઝા, પી-થ્રી એચ1બી અને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જવાનો એક ગોરખધંધો ચાલી રહ્યો છે. ભારતમાં બેરોજગારી અને ગરીબી છે. હાઈલીકવોલિફાઈડ લોકોને મળવા જોઇએ એટલા પગાર અને આદર મળતાં નથી. સાથે જ અહીં જે જીવનધોરણ છે એમાં કરપ્શન અને તક તથા હકના અનેક સવાલો છે જેથી દેશનાં યુવા ભારત છોડી રહ્યાં છે. ભારત જ નહીં અનેક દેશોનાં લોકો અમેરિકાના આકર્ષણમાં ફસાઈને ત્યાં પહોંચે છે. ત્યાં પૈસા છે. ગેરકાયદે હોવાની સોશ્યલ સિકયુરિટી મેડિકલ કે બીજી કોઇ સવલત સરકારે આપવી પડતી નથી.
વળી નોકરીએ રાખનાર વ્યક્તિએ મિનિમમ વેતન કે બીજા કોઇ નિયમો પાળવા પડતા નથી. ખાસ તો મૂળ અમેરિકન્સ આળસુ છે. સરકાર એમને બધી સવલતો આપે છે. વિદેશથી કમાવા આવેલાં લોકો કાળી મજૂરી કરે છે. કોઇ પણ કામ કરવા તૈયાર છે. જેથી અમેરિકન ઇકોનોમી સૌથી મોટું સાધન છે. પશ્ચિમથી અંજાયેલાં છે. સંસ્કૃતિ, સભ્યતા, ભાષાવૈવિધ્ય, કલા તરફ જોવાની ફુરસદ નથી. પૈસા સિવાયની કોઇ પણ બાબતમાં રસ નથી. આપણે સૌ આંખ મીંચીને વર્તવા ટેવાયેલાં છીએ. આજે જયારે આટલી સાઈબર ક્રાઈમે માઝા મૂકી છે ત્યારે અમેરિકાથી પાછા ફરેલાં લોકો માટે આજીવિકા કઇ રીતે શોધશે એ ભારતીય સરકારનો ગંભીર પ્રશ્ન છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે