Charchapatra

ક્રિકેટની દુનિયામાં હેલ્મેટની કેવી રીતે એન્ટ્રી થઈ?

આ એક રસપ્રદ કિસ્સો છે. 1978 માં ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ગઈ હતી ત્યારે વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટે ભાગે નવા, યુવા ખેલાડીઓ હતાં. પહેલી ટેસ્ટ મેચ રમવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અને વેસ્ટ ઈન્ડિઝ ટીમે 405 રન બનાવ્યા બાદ બીજા દાવમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રેહામ યલોપ બેટીંગ કરવા પેવેલીયનના પગથિયા ઉતરી રહ્યો હતો ત્યા તેને પ્રેશકમાંથી બુમ સભળાઈ ‘kill him on head’ વેસ્ટ ઈન્ડિઝનાં ખુંખાર બોલરો બેટ્સમેનનાં માથાનું નિશાન લઈ બાઉન્સર ફેંકતા. તેનાથી પરિચીત યલોપે બાજુમાં નજર કરી ત્યા એક મોટર સાઈકલીસ્ટ પોલીસની સફેદ હેલ્મેટ દેખાઈ પળનોય વિલંબ કર્યા વિના હેલ્મેટ પહેરી બેટીંગ કરવા મેદાને ઉતરેલા યલોપને માથે હેલ્મેટ જોઈ વેસ્ટ ઈન્ડિઝનાં ખેલાડી ઓ સ્તબ્ધ રહી ગયાં માથે હેલ્મેટ હોવાથી અને બાઉન્સર વાગવાની બીક રહી ન હોવાથી યલોપે 81 રન બનાવ્યા હતા આમ ક્રિકેટમાં હેલ્મેટની એન્ટ્રી થઈ હતી અને તે સાથે જ માથામાં બાઉન્સર વાગવાની બીક ઓછી થતાં ધીમેધીમે વેસ્ટ ઈન્ડિઝ બોલરોની ધાક પણ ઓછી થઈ.
સુરત     – વિજય તુઇવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top