હજારોના બિલો આવતા જનતાનો પારો ચઢ્યો
લોકોનો ઊગ્ર રોષ જોતા વાઘોડિયાથી પોલીસ બોલાવવી પડી
વાઘોડિયા
તાલુકાના ગુતાલ ગામે સ્માર્ટ મીટર લગાડ્યા બાદ સામાન્ય વીજ ગ્રાહકોને રૂ. 500 ના બદલે 70 હજાર અને રૂ.1000 lને બદલે 7 લાખ જેટલુ અઘઘ બિલ ફટકારાતા ગ્રામજનોએ રોષે ભરાઈ મઘ્ય ગુજરાત વીજ કચેરીએ પહોંચી હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
વાઘોડિયા mgvcl તેની સેવાઓમાં ચુકના કારણે ચર્ચામા રહે છે તેવામા વઘુ એક વિવાદથી વાઘોડિયા mgvcl ચર્ચામા આવી છે.સાથેજ સ્માર્ટ મિટર પર શંકા ઊપજાવી છે. ગ્રાહકોના મતે દેશ ડિજીટલ બની રહ્યો છે. શાળાઓ સ્માર્ટ બની રહી છે, ત્યારે ઘરેઘરે સરકારના પરીપત્રના બહાને સ્માર્ટ મિટરો ગ્રામ્ય પ્રજાને પુછ્યા વગર દાદાગીરી સાથે લગાવાયા છે. નહિ લગાવો તો દસ હજાર દંડ ફટકારવાની ઘમકી સાથે ગ્રાહકોના ઘરે મીટર બેસાડ્યા હોવાનો ગ્રાહકોએ આક્ષેપ લગાવ્યો છે. ઊપરાંત જુના મિટરો કરતા સ્માર્ટ મિટરોનુ બિલ હજારો તેમજ લાખોના આંકડામા ગ્રામ્ય પ્રજાના માથે થોપાઈ રહ્યુ છે. સુવિધા વગરના મકાન કે છાપરામા રહેતા લોકોને મસમોટુ બીલ થમાવી દીધુ છે. કેટલાક ગ્રાહકોના મકાનની કિમત કરતા બીલ વઘુ આવ્યુ છે. તેવો વીજ ગ્રાહકોએ દાવો કર્યો હતો, ગ્રાહકો પોતાના મકાનો વેચી દે છતા પણ બીલ ભરીના શકે તેવા બિલો આવતા લોકોમા રોષ ભભુક્યો હતો. ગુતાલ ગામેથી ટેમ્પો, ટ્રેક્ટર અને બાઈકો લઈ વાઘોડિયા mgvcl ખાતે મહિલા તેમજ પુરૂષોનુ 250 થી 300 લોકોનુ ટોળુ આવી ચઢી વીજ કચેરીએ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો.ઊગ્ર રજુઆત અને ગ્રાહકોનો મિજાજ પારખી ગયેલી વિજ કંપનીને આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
કંપનીના ગ્રાહકોએ જુના મિટરો પરત બેસાડો, સ્માર્ટ મિટર દુર કરો, ઊઘાડી લુંટ બંઘ કરો જેવા સુત્રોચ્ચાર સાથે લેખીતમા રજુઆત કરી હતી. સાથે mgvcl ને અલ્ટીમેટમ આપી ચાર દિવસમા સ્માર્ટ મીટર દૂર કરવામાં નહીં આવે તો ગ્રાહકો જાતે જ મીટરો ઉખેડી ફેકશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વાતાવરણ ગરમાતા પોલીસે મધ્યસ્થી દાખવી ટોળાને કચેરી બહાર મોકલી સમજાવ્યા હતા. આખરે સરપંચ અને ગામના આગેવાન વકીલ મિત્રોએ લેખિતમાં ગ્રાહકોની સહી સાથે આવેદનપત્ર કંપનીને આપ્યું હતું.જોકે ઘટના ના પગલે વડોદરાથી ઉચ્ચ અધિકારીઓએ ગુતાલ ગામે દોડી આવી વીજ ગ્રાહકોને આશ્વાસન આપ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ પહેલા નેતાઓ, અધિકારીઓ, સરકારી કચેરીમા કામ કરતા અમલદારોની ત્યા બેસાડ્યા બાદ ગ્રામ્ય પ્રજામા બેસાડવા માંગ કરી હતી, સાથેજ સ્માર્ટ મિટરના નામે મસમોટા બિલો પઘરાવવાની ઘટનાએ ફરી એકવાર સ્માર્ટ મિટરો સામે શંકા ઊપજાવી છે અને લોકોનો ભરોષો ઊઠી રહ્યો છે તેવુ લાગી રહ્યુ છે.