Gujarat

શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ સમાજના નેતાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવા ભારે દબાણ

તાજેતરમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શકિત્તસિંહ ગોહિલે રાજીનામું આપી દીધુ છે. હવે નવા પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર નેતાની પસંદગી થાય તે દિશામાં હિલચાલ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓની એક બેઠક ગાંધીનગરમાં મળી હતી. હવે તેઓ નવી દિલ્હી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળીને રજુઆત કરે તેવી પણ સંભાવના છે.

  • પાટીદાર નેતાને પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવા વધી રહેલું દબાણ

કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. હવે એકાદ સપ્તાહની અંદર નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ જાય તેવા સંકેત મળી રહ્યાં છે. પાટીદાર નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાય તેવી સંભાવના જોવાઈ રહી છે. કોંગ્રેસના પાટીદાર નેતાઓ એક થઈને હાઈકમાન્ડ પર દબાણ લાવવા કવાયત કરી રહ્યાં છે.

વિસાવદરમાં પેટાચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું
કડી વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શક્તિસિંહે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે, 30 વર્ષથી સત્તા ન હોવા છતાં કોંગ્રેસના કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી હું સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.

આ સાથે શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂંક અંગે કહ્યું હતું કે, જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઈસીસીએ તમામ સારા ઉમેદવારોને સાંભળ્યા છે, ત્યાર બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યા છે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યા તે પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યા હતા.

મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશા કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડાધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તો પણ સારું લાગત.

Most Popular

To Top