નસવાડી: નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયાના ગ્રામજનોએ ચોમાસામાં રસ્તા ધોવાઈ જતા જાતે રસ્તા નું રીપેરીંગ કર્યું હતું. સરકાર કરોડો રૂપિયા રસ્તા રીપેરીંગ માટે ફાળવે છે, પરંતુ પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી નસવાડી દ્વારા રસ્તા રીપેરીંગ કરાતું નથી, તેથી તંત્રને જગાડવા માટે લોકોએ જાતે કામગીરી કરી હતી.
નસવાડી તાલુકાના છેવાડે કુંડા ગામ નર્મદા મૈયાના ખોળામાં વસેલુ છે. ડુંગર વિસ્તાર હોવાથી મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા માટી ધોવાણ થાય છે અને મોટા મોટા ભુવા પડે છે. તાલુકા મથકે જવા માટેના વાહનો નીકળી શકતા નથી પગપાળા અને ખેતર માં હલ લાકડું લઈને જવા માટે રસ્તો ના હોવાથી ગ્રામજનો પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓને રસ્તા રીપેરીંગ માટે રજુઆત કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ના આપતા ગ્રામજનો જાતેજ રસ્તા રીપેરીંગ માટે ઉતરી ને જ્યા ભુવા પડ્યા હતા ત્યાં મોટા પથ્થરો નાખી રસ્તા રીપેરીંગ કર્યા હતા. આ બંને ગામોમાં જવા માટે પાકા રસ્તા નથી. કાચા રસ્તા હોવાથી પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તા રીપેરીંગ દર ચોમાસે કરાવે છે. પરંતુ નવા આવેલા અધિકારીઓ પ્રજાની રજુઆત ના સાંભળતા તંત્રને જગાડવા માટે ગ્રામજનો જાતે મજૂરી કામ કરીને રસ્તો બનાવ્યો હતો. પ્રજા પાસેથી સરકાર કરોડો રૂપિયા ટેક્સ વસુલે છે. તેના બદલામાં સરકારની વીજળી, પાણી અને રસ્તાની સુવિધા આપવાની ફરજ છે. પરંતુ સરકાર આદિવાસી વિસ્તારના લોકોની ચિંતા કરતી નથી. ફક્ત સભાઓમાં છેવાડાના માનવીના વિકાસની વાતો કરે છે. પરંતુ નસવાડી તાલુકાના ગામડાઓના રસ્તા રીપેર ના થતા ગ્રામજનો એ જાતે રસ્તા રીપેર કરવા પડે છે તેવી દયનિય સ્થિતિ છે
સ્થાનિક રહીશ માલજીભાઈ ડુંગરાભીલના જણાવ્યા મુજબ કુંડા ગામના નલિયાબારી ફળિયામાં કાચો રસ્તો છે અને રસ્તા માં ભુવા પડતા વાહનો ના નીકળતા અધિકારીઓ કાચા રસ્તાનું રીપેરીંગ ના કરાવતા અમે જાતે રીપેરીંગ કર્યો છે