Halol

હાલોલના ઘેટી ફળિયામાં જુના મકાનની દિવાલ તૂટી પડી

હાલોલ: હાલોલ શહેરના ગેટી ફળિયામા બે મજલી પાકી દિવાલ વાળું પતરાના છાપરાવાળા મકાનની એક દિવાલ ગઈકાલે ધસી પડી હતી. હાલોલ નગરપાલિકાને જાણ થતા હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરના સભ્યો તેમ જ માલ સામાન ઘરવખરી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા સદર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તાત્કાલિક મકાનના ભાગમાં બેરીકેડ મારી મકાનને સીલ કરવામાં આવ્યું હતું .મકાનની અંદર પ્રવેશની મનાઈ ફરમાવાઈ છે.

માલિક પટેલ નગીનભાઈ પુંજાભાઈ ને નગરપાલિકા હાલોલ દ્વારા નોટિસ આપવામાં આવી છે કે દિન બે માં મકાન જર્જરિત હાલતમાં છે અને તે ફળિયાના મેન રસ્તા ઉપર છે. તેથી આવતા જતા રાહદારીઓને મોટું જોખમ છે તેથી તાત્કાલિક મકાન ઉતારી લેવું તેમ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા અધિનિયમ મુજબ કરવામાં આવશે.
આ અગાઉ પણ નગરપાલિકા હાલોલના ચીફ ઓફિસર દ્વારા લેખિત નોટિસ આપેલી હતી પરંતુ આપે કોઈ પણ વાત ધ્યાન પર લીધી નથી. હવે જો અમલ નહીં કરવામાં આવે તો નગરપાલિકા હાલોલને ના છૂટે કાયદેસર કાર્યવાહી કરી તમારા ખર્ચ અને જોખમે મકાન જે જર્જરિત મકાન સ્થળ ઉપર છે તે દૂર કરી તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એવી લેખિત નોટિસ આપવામાં આવી છે.

Most Popular

To Top