Halol

હાલોલ શહેરમાં બુકાનીધારી તસ્કરોની એન્ટ્રીથી રહીશોમાં ફફડાટ

હાલોલ: હાલોલમાં બુકાનીધારી તસ્કરો જોવા મળતા લોકોમાં ભય વ્યાપ્યો છે.


મળતી માહિતી અનુસાર ગત ૨૬ જૂન ગુરુવારના રાત્રે હાલોલના દાવડા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલી સાઈ શક્તિ પાર્ક સોસાયટીમાં ચાર બુકાની ધારી તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું . નકૂચા સાથે લોક તોડી મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ રૂ. 50,000થી વધુની માલમતાની ચોરી કરી ઘરનો બધો સામાન રફે દફે કરી નાખ્યો હતો. ચોરી કરી ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ સોસાયટીમાં આવેલા સીસીટીવીમાં ચારે તસ્કરો કેદ થઈ ગયા હતા. જેમાં જોઈ શકાય છે કે તેઓ પોતાના ચહેરા ઉપર નકાબ અને હાથમાં સાધનો લઈ બિન્દાસ નિર્ભય બની ચોરી કરી જઈ રહ્યા હતા.
હાલોલ શહેર માં સાંઈ શક્તિ પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા બુકાનીધારી તસ્કરોની એન્ટ્રીથી હાલોલમાં છેવાડાની સોસાયટીઓના રહીશોમાં ફફડાટ અને ચોરીનો ડર પેસી ગયો છે તેથી હાલ ચોરીની ઘટના ન બને તે માટે હાલોલ પોલીસ સજાગ રહી રાત્રે પેટ્રોલિંગમાં વધારો કરે તેવી લોક માગણી ઉઠી છે

Most Popular

To Top