World

સિઓલની મેટ્રોમાં આગઃ છૂટાછેડા થતાં પતિએ ટ્રેનમાં પેટ્રોલ છાંટી આગ લગાવી, 400 પેસેન્જરના જીવ..

દક્ષિણ કોરિયામાં સિઓલ મેટ્રોની લાઇન-5 પર એક દોડતી ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આગ લાગતાં ટ્રેનમાં સવાર લગભગ 400 પેસન્જરોએ પોતાના જીવ બચાવવા માટે ટ્રેન છોડીને સુરંગમાં ઊતરવું પડ્યું હતું. ઘટનાને લઈ સ્થાનિક પોલીસે એક 60 વર્ષના શંકાસ્પદ વૃદ્ધને ગેસોલિનથી ભરેલા કેન અને લાઈટર સાથે પકડી પાડ્યો છે.

સિઓલમાં છૂટાછેડાથી નારાજ એક 67 વર્ષીય વ્યક્તિએ ચાલતી મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ વ્યક્તિ જેની ઓળખ ફક્ત તેની અટક વોનથી થઈ છે, તેના પર ચાલતી ટ્રેનમાં પેટ્રોલ રેડીને આગ લગાવવાનો આરોપ છે. આ ઘટના સિઓલ મેટ્રોની લાઇન 5 પર બની હતી જ્યારે ટ્રેન પાણીની અંદરની ટનલમાંથી પસાર થઈ રહી હતી.

આ ઘટનામાં 6 મુસાફરો ઘાયલ થયા હતા અને વોન સહિત 23 લોકોને ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કુલ 129 લોકોને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી હતી. આ અકસ્માતમાં ટ્રેનના એક કોચને ભારે નુકસાન થયું હતું.

વાયરલ વિડિઓ જુઓ
વીડિયોમાં જોવા મળે છે કે વોન ટ્રેનના ડબ્બામાં બોટલ લઈને ઉભો છે. પછી અચાનક તે ફ્લોર પર પેટ્રોલ ઢોળવાનું શરૂ કરે છે. આ જોઈને કોચમાં બેઠેલા બધા મુસાફરો ડરી જાય છે અને ભાગવા લાગે છે. તે વ્યક્તિ મેટ્રોમાં આગ લગાવી દે છે. જેના કારણે ટ્રેનમાં અરાજકતા ફેલાય છે.

આરોપીને પકડી લેવાયો
સિઓલના એક સરકારી વકીલે જણાવ્યું હતું કે વોન પર હત્યાનો પ્રયાસ, ટ્રેનમાં આગ લગાડવાનો અને રેલ્વે સલામતી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વોન તેના છૂટાછેડાના કેસમાં નિર્ણયથી નારાજ હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું.

આગ ક્યાં લાગી?
આગ સિયોલના પશ્ચિમ વિસ્તારમાં યેઓઈનારૂ અને માપો સ્ટેશન વચ્ચે લાગી હતી. યેઓંગડેઉંગપો પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનમાં આગ શા માટે લગાવવામાં આવી એ તપાસ ચાલી રહી છે.

આગ લગભગ સવારે 9:45 વાગ્યે લાગી હતી. આગ લાગ્યા પછી યાત્રીઓને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી. કેટલાક યાત્રીઓને થોડી-many ઇજાઓ પણ થઈ અને ધૂમાડાને કારણે 21 લોકોને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા.

આગને સવારે 10:24 વાગ્યે પૂરી રીતે કાબૂમાં લઈ લેવાઈ હતી. સિયોલ મેટ્રો દ્વારા મળેલી માહિતી મુજબ, લાઇન-5 પર હવે ટ્રેનોનું આવાગમન ફરીથી સામાન્ય બનાવવામાં આવ્યું છે. પરંતુ આગ લાગ્યાને કારણે થોડા સમય માટે ટ્રેનોની સેવાઓ સ્થગિત કરવી પડી હતી.

Most Popular

To Top