Business

પંચમહાલ- ગોધરા LCBએ ₹1.43 લાખના સોનાના દાગીના અને રોકડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો


વેજલપુર પોલીસ સ્ટેશનના એક અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
…………..

ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ
…………………
ગોધરા: પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વેજલપુર પોલીસ સ્ટેશનના એક અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCBએ પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને ચોરીના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹1,43,973 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ, LCB, ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઇને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સઘન સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, LCB સ્ટાફ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી અંતર્ગત, ગોધરા એલ.સી
બી.ને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે, નિશાર ઉર્ફે જંગલીયો અનવરભાઇ બદામ રહે. સાતપુલ ઓઢા મુસ્લિમ સી સોસાયટી, ગોધરા શંકાસ્પદ હાલતમાં સોના-ચાંદીના દાગીના વેચવા ફરે છે અને હાલમાં તે પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ પર બેઠેલો છે.

આ બાતમીના આધારે, LCB સ્ટાફે તાત્કાલિક પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ પર દરોડો પાડ્યો હતો અને બાતમી મુજબના ઈસમ નિશાર ઉર્ફે જંગલીયો અનવરભાઇ બદામને સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સાથે દબોચી લીધો હતો.

આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે, તેણે પોતાના સાથીઓ સલમાન અબદુલ રઉફ સબુરીયા રહે. કેપ્સુલ પ્લોટ, ગોધરા અને ઇરફાન અબ્દુલ મજીદ પાડવા રહે. સાતપુલ ઓઢા મુસ્લીમ ‘સી’ સોસાયટી, વેજલપુર રોડ, ગોધરા સાથે મળીને વેજલપુર ગામે, દુધડેરી વિસ્તાર, હરિજન વાસમાં એક બંધ મકાનનું તાળું સળીયા વડે તોડી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનની અંદરના રૂમમાં મૂકેલી તિજોરીને પણ સળીયા વડે તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.

Most Popular

To Top