Charchapatra

વરસાગી પાણી કોટ વિસ્તારના નીચાણવાળા વિસ્તારો

સુરત કોટ વિસ્તારના અમુક વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં બે- અઢી ઇંચ વરસાદ પડે તો પાણીનો ભરાવો થઈ જાય છે પરિણામે સુરતીઓને હાલાકી પડે પરંતુ સુરતીઓ ટેવાઈ ગયા છે. પાણી ભરાવો થાય એટલે વાહનો ખસેડી લેવા, એક બીજાની મદદ કરે છે. જ્યાં ચોમાસામાં પાણીનો ભરાવો થાય તે વિસ્તારમાં નવા ઘરોના ઓટલા ઉંચા રાખવામાં આવે છે જેના કારણે ઘરમાં પાણી આવે નહિ. તળ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં કાદરશાની નાળ, કૈલાસ નગર, રાજશ્રી રોડ, નવસારી બજાર, રૂદરપુરા, સગરામપુરા પૂતળી, સલાબતપુરામાં પોલીસચોકી, મચ્છી બજાર, બારડોલી પીઠા, ઘામલાવાડ, વલ્લભજીવનની ચાલ, સપ્તશૃંગી મંદિર, રેશમવાડ, દક્ષિણી મોહલ્લો, સૈયદપુરા હોડી બંગલા, ચોક, સોનીફળીયા વિ.જેવા વિસ્તારોમા ચોમાસામાં વારંવાર પાણી ભરાઈ જાય છે. હવે નવા વિકસિત વિસ્તારોમા પણ ચોમાસામાં પાણી ભરાવો થાય છે તે ઉતરતા બેચાર દિવસ થાય છે. જ્યારે કોટ વિસ્તારમાં વરસાદ બંધ થતા અમુક કલાકોમાં પાણી ઉતરી જાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અમદાવાદ જગન્નાથ યાત્રામાં ગજરાજનું વર્તન
દેશમાં દર અષાઢી બીજના દિવસે જગન્નાથ યાત્રા નીકળે છે. આ વખતે અમદાવાદમાં જે ઘટના બની તેને ગજરાજાનું તાંડવ કહેવું યોગ્ય છે. કારણ વધુ પડતો શણગાર ખાલી દેખાવ પૂરતો જ હોય અને વધારે પૂરતું રંજાળવામાં આવતું હોય તો સ્વાભાવિક છે. ન ઘટવાની ઘટના ઘટે. કારણ માણસ આજે હોય તેનું વર્તન માણસાઈ બદલાઈ ગઈ છે. અમદાવાદની 148મી જગન્નાથ યાત્રામાં મહાવતની હાજરીમાં ગજરાજનું વર્તન બદલાઈ ગયું. પ્રકૃતિ એક સંદેશ આપે છે પદ, પ્રતિષ્ઠાની સ્પર્ધા પર બેઠેલા વ્યક્તિ આજુબાજુ અયોગ્ય થતું હોય અને ઉપર બેઠેલો વ્યક્તિ શાંત જોયા કરતો હોય તે સારૂ નહીં તેવો સંદેશ આપી રહી છે. આજે ગજરાજા શું સાચી ધર્મરીતનો બોધપાઠ નાગરિકોને આપી રહ્યાં છે. ભૌતિક સંસાધનથી સજાવેલું સાચું ધાર્મિક જીવન નથી એ ગજરાજના તન પરથી દેખાઈ આવે છે. વધુ પડતું નિર્જીવ ઉપજાવેલું સૌંદર્ય માનવીને પસંદ હશે પણ પ્રકૃતિ જીવોને પસંદ નથી તેનું ચિત્ર સ્પષ્ટ આ બનાવથી સાબિત થાય છે.
તાપી    – હરીશ ચૌધરી      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top