Charchapatra

સુરત એરપોર્ટને વધુ ને વધુ વિમાનોની અવરજવર મળે તેવું કરી શકાય

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ એક હોલ્ડિંગ પોઈન્ટ બન્યું. જો યુદ્ધની પરિસ્થિતિને લઇને દેશવિદેશનાં વિમાનો સુરત એરપોર્ટ પર લેંડિગ થઇ શકે તો કાયમ માટે કેમ નહીં. રન વે જો આ વિમાનો માટે ઉપયોગ થઇ શકે અને વિમાનો મોડી રાત્રે (આખી રાત) પણ આવી શકે તો સુરતને આવનારા દિવસોમાં વધુને વધુ દેશવિદેશની ફલાઈટો મળે. તે 100 ટકા શકય છે. તો હવે પછી આવનારા દિવસોમાં બધું થાળે પડે પછી સુરત એરપોર્ટને 24 કલાક માટે ઉપયોગ થઇ વધુ ને વધુ ફલાઈટો મળે તે ખાસ વિચારવાની જરૂર છે.

સુરત શહેર મનમોજીલું શહેર છે. દરેક પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકે છે. પરંતુ જ્યારે સુરત શહેરની પ્રગતિ માટે ચર્ચા વિચારણા કરવામાં આવે છે ત્યારે કોઇ ને કોઇ અવરોધો ઊભા કરી પ્રગતિને અટકાવવામાં આવી રહ્યા છે. ધારે તો એરપોર્ટ અધિકારી, કોર્પોરેશનના અધિકારી તેમજ સુરતના ચેમ્બર ઓફ કોમર્સના અધિકારીઓ પણ રસ લઇ સુરત એરપોર્ટને વધુ ને વધુ વિમાનોની અવરજવર મળે તેમ કરી શકાય તેમ છે. આશા છે કે વિદેશોની, નવાં શહેરોની ફલાઈટો મળે તો વધુ સારું જેથી કનેકટેડ થકી પણ આગળ જવું હોય તો જઇ શકે. જેમ કે હાલ દુબઇ, શારજાહ, બેંગકોક સુરતને મળી છે, તો આવનારા દિવસોમાં સિંગાપોર પણ મળી શકે તેમ છે. બધું જ શકય છે.
ગોપીપુરા, સુરત – ચેતન અમીન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top