થોડાં વર્ષો પહેલાં મને પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યો. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને લીધે દિલ દ્રવી ઊઠ્યું. ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ગોલકિયા સાહેબ સાથે મળીને ખીચડી અંગે ખાંખાંખોળાં કર્યાં. આગળ જતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી સાથે રહીને ખીચડી ઉપર સંશોધન કર્યું. કે, ખીચડી ગરીબ કે બિચારી નથી, એ તો મોટો વૈભવ છે.
10 હજાર વર્ષ પહેલાં ખીચડી હતી. મગ અને ચોખા બંને અત્યંત પવિત્ર અને શક્તિશાળી ધાન્ય છે. ખીચડી માના દૂધ જેવી પવિત્ર છે. ખીચડીમાં તો 16 પ્રકારનાં પોષક તત્વો હોય છે. ખીચડી માટીના વાસણમાં બનાવવામાં આવે તો તેની ગુણવત્તા અને સ્વાદ વધી જાય છે તેવું કહેવાય છે. ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, મનુષ્યના શરીરમાં હું જઠરાગ્નિ સ્વરુપે વસુ છું. તેમણે એમ પણ કહ્યું છે કે, આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનાર, સડો ન થાય અને સ્થિર રહે તેવો, હૃદયને વલોપાત ન કરાવે તેવો, રસાવાળો, ચીકાશવાળો હોય તેવા આહારના પદાર્થો સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. આપણી ખીચડીમાં આ બધા ગુણ સામેલ છે.
નાના વરાછા, સુરત – ડૉ. ધનેશ સાવલિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.