ગુજરાતમિત્રના નિવૃત્ત વરિષ્ઠ પત્રકાર શ્રી નરેન્દ્રભાઈ જોષીના નિધનના સમાચાર જાણી ખુબ વ્યથા પેદા થવા પામી. તેઓ ખૂબ અભ્યાસુ પત્રકાર હતા અને ચર્ચાપત્રી સંઘના આમંત્રણોને માન આપીને હાજર રહીને ચર્ચાપત્રીઓને અવાર-નવાર માર્ગદર્શન આપતા રહેતા હતા. તેઓ હંમેશા કહેતા કે ‘લખતા રહો, ટૂંકુ લખો અને મુદ્દા સર લખો. હાથી જેવડુ મોટુ લખાણ ના લખો કે જે અમારા હાથમાં આવતાં ઊંદર જેટલુ નાનું થઇ જાય.’ સાહિત્ય સંગમમાં પણ અવાર-નવાર આવતા અને એમના હાસ્ય લેખો અમને સંભળાવતા હતા. નિવૃત્ત થયા પછી પણ તેઓ બુધવારની પૂર્તિમાં સમુદ્ર એક કિનારા અનેક ’ નામક કોલમમાં વૈજ્ઞાનિક ઢબે માહિતી સભર લેખો લખતા હતા. એક સહહૃદયી વ્યક્તિ તરીકે અમે એમના નિધન પ્રત્યે ઘેરા શોકની લાગણી અનુભવીએ છીએ. એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
સુરત – બાબુભાઈ નાઈ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.