Dabhoi

ડભોઇ તાલુકાના અમરેશ્વર ગામની નવીનગરીમાં 25 ઘરોમાં ઢાઢર નદીના પાણી પ્રવેશ્યા

ડભોઇ: જાંબુઘોડાના જંગલમાંથી નીકળતી ઢાઢર નદીમાં પંચમહાલ જિલ્લામાં અને બોડેલી તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઘોડાપુર આવ્યું હતું. ઢાઢરના પૂરનું પાણી સીમળીયા અને અમરેશ્વર વચ્ચેના માર્ગ પર ફરી વળ્યા હતા. અમરેશ્વર ગામની નવીનગરી માં પણ ઢાઢરના પાણી ઘૂસી જતા ગામ લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી.


એક બાજુ દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી દેવ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. લોકોને સાવચેત રહેવા તંત્ર ધ્વારા સૂચનાઓ અપાઈ છે.ત્યારે બીજીબાજુ જાંબુઘોડા ના જંગલ માંથી નીકળતી ઢાઢર નદીમાં પણ પંચમહાલ જીલ્લા, બોડેલી અને સંખેડા તાલુકામાં મુશળધાર વરસાદ પડતા ઘોડાપુર આવ્યું હતું.જેની અસર થી ડભોઇ તાલુકાના સીમળીયાથી અમરેશ્વર ગામના માર્ગ પર અને આજુબાજુ ના ખેતરો,કોતરો અને તળાવો જળબંબાકાર થઈ ગયા હતા.દૂરદૂર સુધી પાણી જ પાણી દેખાતું હતું.અમરેશ્વર ગામની નવીનગરીના 25 થી વધુ મકાનોમાં ઢાઢર ના પાણી ઘુસ્યા હતાં.જેથી ગામલોકોના જીવ પડીકે બંધાયા હતા. જો રાતભર વરસાદ પડે તો અન્ય ગામોમા પણ વરસાદી પાણી તારાજી સર્જે તેમ હોય લોકો ઉપરવાસના વરસાદ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Most Popular

To Top