Waghodia

વાઘોડિયાના વલવા ગામે પશુપાલક પર વીજળી ત્રાટકી, ઘટના સ્થળે જ મોત

બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદમાં ભોગ લેવાયો

ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે મોત

વાઘોડિયા
તાલુકાના વલવા ગામે આકાશી વીજળી પડવાની ઘટના બની છે. જેમાં પશુ ચરાવતા પશુપાલકનુ ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

વાઘોડિયા તાલુકાના વલવા ગામે રહેતા જીવનભાઈ અંબાલાલ પરમાર આજરોજ બપોરના સમયે પોતાનું પશુધન વલવા પાસે પસાર થતી નર્મદા કેનાલ પર ચરાવી રહ્યા હતા. તે દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં આકાશી વીજળી પશુ ચરાવતા પશુપાલક પર પડતા ગંભીર રીતે દાઝી જતા જીવનભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રોડ પર જીવનભાઈ પરમારનો નિર્જીવ દેહ ગામ લોકોએ જોતા પરિવાર અને વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. જે અંગે વાઘોડિયા પોલીસે મૃતદેહ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાના પગલે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ પણ આવી પહોંચી બનાવ અંગે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. ગામમા દુખદ ઘટના બનતા ગામમાં અને પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.

Most Popular

To Top