Halol

હાલોલમાં ઢળતી સાંજે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હાલોલ:

હાલોલમાં સોમવારના રોજ ઢળતી સાંજે વરસેલા ભારે વરસાદને કારણે નગરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સોમવાર ની ઢળતી સાંજે હાલોલ નગર સહિત પંથકમાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ થતા સીઝનનો કુલ 13 ઈંચ વરસાદ થયો છે. સીઝનનો 25 ટકા વરસાદ થતા ધરતીપુત્રોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો ખેતી કામ માં જોતરાઈ ગયા છે.

હાલોલ નગર સહીત તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદની મોસમ પકડાઈ ગઈ છે. ઘણા દિવસથી ગરમીથી કંટાળેલા લોકોમાં આ વરસાદથી ઠંડક થતા હાશકારો થયો હતો. આજે વરસેલા વરસાદને લઇ લોકો રેનકોટ અને છત્રીનો સહારો લીધો હતો. જયારે વરસાદી સિઝનના વ્યયસાય સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. ખેતી ઉપયોગી તટપાત્રી પ્લાસ્ટિક તેમજ ખેતી માટેના ઓજારો ખાતર ખરીદી માટે ખેડૂતો હાલોલના માર્કેટમાં ખરીદી કરવા જોવા માંડ્યા હતા.

ભારે વરસાદને કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બસસ્ટેન્ડ વિસ્તારમાં દ્વારકાધીશ હવેલી પાસે તેમજ કણજરી રોડ સ્થિત, રોડ ચોકડીથી શાક માર્કેટમાં ઢીચણ સમા પાણી, આલિયા પાર્ક, શેરોન પાર્ક, સ્વામિનારાયણ વિસ્તાર ની આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારોમાં વરસાદી પાણીનો છેલ્લા ઘણા સમય થી યોગ્ય નિકાલ થતો ન હોવાને કારણે રહીશો વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. વહેલી તકે તંત્ર દ્વારા હાલોલ શહેરના નીચાણ વાળા વિસ્તારોના પાણીનો નિકાલ થાય એવી પ્રજાની માંગ ઉઠી છે

Most Popular

To Top