Dahod

લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે હાઈવે ઉપર બે મોટરસાઈકલો સામસામે અથડાતાં એકનું મોત

દાહોદ :

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે નેશનલ હાઈવે રોડ ઉપર બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૨૦મી જુનના રોજ ધાનપુરના પીપોદરા ગામે ઘાટી ફળિયામાં રહેતાં અક્ષયભાઈ જયદીપભાઈ નિનામા તથા તેમની સાથે ૧૭ વર્ષિય ગૌરવભાઈ રાજુભાઈ નિનામાને સાથે લઈ બંન્ને એક મોટરસાઈકલ પર સવાર થઈ લીમખેડાના ઢઢેલા ગામેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અક્ષયભાઈની મોટરસાઈકલ સાથે જાેશભેર ટક્કર મારતાં અક્ષયભાઈ અને ૧૭ વર્ષિય ગૌરવભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. ગંભીર ઈજાગ્રસ્ત બંન્ને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન ૧૭ વર્ષિય ગૌરવભાઈનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે જયદિપભાઈ મોહનભાઈ નિનામાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————————

Most Popular

To Top