બેફામ બનેલા એજન્ટોને ડામવામાં તંત્ર નિષ્ફળ :
બે ધક્કા વધારે પડે એની ચિંતા ના કરતા પણ આવા એજન્ટોથી બચીને રહેવું, લાવો તમારું કામ કરી આપું એવા ઘુતારાઓથી દૂર રહેવા મારી વિનંતી : શમિક જોશી,અધિકારી
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
શહેરમાં એક બાદ એક કચેરીઓમાં બોગસ જન્મના દાખલા ઝડપાઈ રહ્યા છે, તેવામાં સોમવારે વધુ એક વખત વોર્ડ નંબર 19ની કચેરીમાં બોગસ જન્મનો દાખલો ઝડપાયો હતો. અધિકારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અરજદારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં આધાર કાર્ડની ચાલી રહેલી કામગીરી દરમિયાન બનાવટી જન્મના પ્રમાણપત્ર ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક વખત પાલિકાની વોર્ડ નંબર 19 ની કચેરીમાં નામમાં સુધારા વધારા કરવા આવેલા એક અરજદાર દ્વારા રજૂ કરાયેલો જન્મનો દાખલો બનાવટી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ બાબતે ફરજ પર હાજર અધિકારીએ વિવિધ વિભાગોમાં તપાસ કરતા આ દાખલો સંપૂર્ણપણે બોગસ હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અરજદાર જુનજુન તિવારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નામ સુધારવા માટે ગામમાં આપ્યું હતું. આર.વી દેવાળેને એમની પાસે આપ્યું હતું મેં એમને કહ્યું હતું કે આ નામ સુધારો વધારો કરવો છે કે એમણે કીધું કે થઈ જશે તો કરી દો અમને તો જરૂર હતી. સ્કૂલમાં આપવાનું હતું. 500 રૂપિયા માંગ્યા હતા. 5-6 મહિના પહેલા આપ્યું હતું. 15-20 મિનિટમાં મને સુધારીને આપી દીધો હતો. અમને આ દુઃખ થઈ રહ્યું છે. એજન્ટ કેટલા અત્યાર સુધી બનાવ્યા હશે. અમને ખ્યાલ નથી, પણ આજે પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં આવીને ઊભું રહેવું પડ્યું છે.

આધાર કાર્ડ વિભાગના હેડ શમિક જોશીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 19 ની અંદર જે આધારકાર્ડમાં ટોકન આપવાની 9:30 વાગે કામગીરી ચાલતી હતી. ત્યારે ઓપરેટરની આગળ અરજદારે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. જન્મનો દાખલો જે જમનાબાઈ હોસ્પિટલનો હતો. જમનાબાઈ હોસ્પિટલ ક્યારેય જન્મનો દાખલો બનાવતી નથી. એટલે અમે અમારી ચેકિંગ સિસ્ટમ રાખી છે. ડોક્યુમેન્ટ વેરીફિકેશનની. એમાં અરજદાર દ્વારા જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે. એ ડોક્યુમેન્ટ વેરીફીકેશન કર્યા બાદ જ ટોકન આપવામાં આવે છે. હવે આ જ્યારે ટોકન આપતી વખતે અરજદાર જ્યારે ડોક્યુમેન્ટ રજુ કરવામાં આવ્યા ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રથમ લેયરની ચેકિંગમાં જ પકડાઈ ગયું હતું. કારણ કે જમનાબાઈ હોસ્પિટલ ક્યારેય જન્મનો દાખલો બનાવતું નથી. એમાં જમનાબાઈ લખેલું છે. નીચે જે સહી છે રજિસ્ટ્રારની તે ખોટી છે. ક્યુઆર કોડ સ્કેન કરવાથી એ પણ કશું આવતું નથી. એટલે અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં પકડાઈ ગયું, સેકન્ડ લેયર ચેકિંગમાં એમના દ્વારા ખ્યાલ આવી ગયો છે કે ખોટું છે એટલે તાત્કાલિક સેકન્ડ માટે અમે વોટ્સએપ કર્યો અને ટેલીફોનિક જાણકારી મેળવી,અધિકારી દ્વારા પણ જે સેકન્ડ લેયરમાં મોકલવામાં આવ્યો એમ તાત્કાલિક અમે બર્થ ડિપાર્ટમેન્ટના હેડ જે હસમુખભાઈ છે. એમની સાથે ડોક્યુમેન્ટ મોકલી અને ટેલિફોનિક ચર્ચા કરી હતી એમણે પણ કહ્યું હતું કે આ ફ્રોડ છે. ત્યારબાદ અમે તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરીને પોલીસ બોલાવી લીધી હતી. અત્યારે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરી રહી છે. કોર્પોરેશન દ્વારા તો પકડીને પોલીસને સોંપવામાં આવી રહ્યું છે.

પોલીસ ખાતું તંત્ર એક એવું ખાતું છે કે જેને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ વિચાર કરતી એવી વ્યક્તિઓ હોય તેઓના ડોક્યુમેન્ટ તપાસવાનો સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે. હવે આ કેસમાં જ્યારે વારંવાર આવી બધી વસ્તુઓ પકડાઈ છે. અમારી ચેકિંગની અંદર અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને અરજદારો દ્વારા પણ જે એમને જે જગ્યાએથી કરાવ્યું છે એની પણ માહિતી આપવામાં આવે છે. તેમ છતાં પણ પોલીસ ખાતા દ્વારા જો તકેદારીથી પગલા લેવામાં આવે તો અને તો જ આ બધા મુખ્ય સૂત્રધારો ને પકડવામાં આવે તો જ આ બધું અટકી શકે તેમ છે અને દેશને બચાવી શકાય તેમ છે. ઝેરોક્ષ વાળો કદી બર્થ સર્ટિફિકેટ ના બનાવી શકે, તો પછી કોર્પોરેશનને ડિપાર્ટમેન્ટની જરૂરિયાત શું છે. ભોળી જનતા આવા એજન્ટોના મારફતે છેતરાઈ રહી છે. એટલે મારી કોર્પોરેશન વતી વિનંતી છે કે બે ધક્કા વધારે પડે એની ચિંતા ના કરતા પણ આવા એજન્ટોથી બચીને રહેશો. લાવો તમારું કામ કરી આપું એવા ઘુતારાઓથી દૂર રહેવા મારી વિનંતી છે.