ત્રણ કલાક બાદ સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ શોધી કાઢ્યો
વાઘોડિયા:
ઘોડાદરા ગામનો ખેડૂત પોતાના બળદ લઈને નદી પસાર કરી રહ્યો હતો ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધતા તે બળદ સાથે તણાયો હતો જો કે સ્થાનિકોએ બળદને બહાર કાઢ્યા હતા, પરંતુ આઘેડને બચાવે તે પહેલા નદીના પ્રવાહમાં ગુમ થયો હતો.

વાઘોડિયા તાલુકાના ઘોડાદરા ગામે રહેતા શ્રમજીવી જીના ભાઈ કાલિદાસ વસાવા ઉંમર વર્ષ 50 પોતાના બળદોને લઈ દેવ નદી પટમાં ગયા હતા. ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અચાનક દેવ નદીમાં પાણીનું સ્તર વધતા આધેડ બળદો સાથે નદી પાર કરતા પાણીમાં તણાયા હતા.

સ્થાનિકો દ્વારા બળદોને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ આઘેડને બચાવે તે પહેલા તે ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા ઘટના બપોરે 12:30 ની આસપાસ બન્યા બાદ સ્થાનિકો દ્વારા નદીના પટમાં આધેડને શોધવાના પ્રયાસો હાથ ધરતા ઘોડાદરા ગામ પાછળથી દેવ નદીમાંથી આધેડનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને ઝોળી માં નાખી ગામમાં લાવતા ગામમાં શોકમગ્ન વાતાવરણ સર્જાયું હતું.