વરસાદી માહોલમાં મગરો રહેણાંક વિસ્તારમાં આવી જવાનો દોર શરૂ,ગાજરાવાડી ખાતેથી મગરનું રેસ્ક્યુ
સુવેજ પંમ્પિંગ સ્ટેશન પાછળ નાળામાં 6 થી 7 મગર હોવાનું અનુમાન :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના પ્રેસિડન્ટ અરવિંદ પવાર પર રાત્રિના બાર વાગ્યાની આસપાસ ગાજરાવાડી સુવેજ પંમ્પિંગ સ્ટેશન પાસેથી સ્થાનિક રહીશે એક મગર રોડ પાસેના ઝૂંપડામા આવી ગયો હોવાની માહિતી આપવામાં આવી હતી. જે કોલ મળતાની સાથેજ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને સંસ્થાના કાર્યકર અશોક વસાવા, જીતેન્દ્ર તડવી અને વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાડા ચાર પાંચ ફૂટનો મગર રોડ પર આવેલા ઝૂંપડા પાસે જોવા મળ્યો હતો.જેને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

સંસ્થાના આગેવાન યુવરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગાજરાવાડી સુવેઝ પમ્પિંગ સ્ટેશન પાસે એક મગર રોડ પર આવી ગયો છે. આ કોલ મળતાની સાથે જ અમે વરસાદમાં સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં જોતા અમને સાડા ચારથી પાંચ ફૂટનો મગર જોવા મળ્યો હતો. જેને અમે સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. આ મગર સુવેઝ પંપિંગ સ્ટેશનની પાછળ એક નાડુ જાય છે. જેનો એક ભાગ દિવાલ તૂટી ગઈ છે. ત્યાંથી આ મગર આવી ગયો હોવાનું અનુમાન છે. આ જે નાડુ પસાર થાય છે. ત્યાં છ થી સાત મગર છે, મોટા મગર પણ છે. નાડુ તૂટેલું છે એટલે અંદાજો નથી લગાવી શકતા કે કેટલા મગર જાય છે અને કેટલા આવે છે, પણ આશરે છ થી સાત જેટલા મગર આ નાળામાં છે.