Charchapatra

સ્ત્રીની ફરિયાદ સદા સાચી જ હોય?

16 જૂનના ‘ગુજરાતમિત્ર’ના પૃષ્ઠ 8ના અહેવાલના જણાવ્યા પ્રમાણે રામજી મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં આવી. પૂજારી મર્યાદા પુરુષોત્તમ રામ પ્રભુની નિત્ય પૂજા કરતા હશે! ત્યાં સફાઈ કર્મ કરનાર ‘પરિણીતા’’ સાથે અને પરિણીતાની એમની સાથે ત્રણ વર્ષ પ્રણયલીલા ચાલી! પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે પરિણીત હોવા છતાં પૂજારી સાથે પ્રણય સંબંધ બંધાયો? અને પૂજારીએ રામના પૂજન કરતા હોવા છતાં પરિણીતા સાથે ત્રણ વર્ષ પ્રણયફાગ ખેલ્યા! વાંક તો બંને પક્ષે સરખો જ ગણાય ને? પૂજારીએ અનીતિ આચરી છે તો પેલાં બહેન પણ ગુનેગાર ન ગણાય? સ્ત્રી ફરિયાદ કરે એટલે હંમેશા એ જ સાચી હોય એવું તો ન જ હોય ને?

શું પરિણીત હોવા છતાં એ મહિલા પૂજારી સાથે લગ્ન કરવા માંગતી હતી? તો એના પતિ અને પરિવારનું શું? બીજી વાર લગ્ન કરવા કાયદાકીય રીતે છૂટાછેડા તો જોઈએ ને? હજુ તો પરિણીતા છો, નથી ત્યકતા કે નથી વિધવા કે કુંવારા તો પછી ફક્ત પૂજારીનો વાંક કઈ રીતે? ત્રણ વર્ષ સુધી કંઈ ખ્યાલ જ નહીં આવ્યો કે મારું શોષણ થાય છે! મર્યાદા પુરુષોત્તમ રામની પૂજા કરી છો, તો રામના ચારિત્ર્ય મુજબ વરતો નહીં કે રાવણ બનો, કે અન્ય વ્યક્તિની પત્નીને મોહપાશમાં ફસાવીને, ત્યાર બાદ તરછોડવાની.
રાંદેર રોડ, સુરત   – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાત ST ને અભિનંદન
સુરત શહેરમાં છેલ્લાં 10 વર્ષથી  સતત પરપ્રાંતિઓનાં રહેઠાણ વધતાં રહ્યાં છે. સુરત શહેરની સસ્તી-સરળ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા એટલે કે ST બસ સર્વિસ. સુરત રેલવે સ્ટેશનની સામેની બાજુએ આવેલું સેન્ટ્રલ S.T. બસ હંમેશા મુસાફરોથી ઉભરાતું રહે છે. આ મુશ્કેલી દૂર કરતા GSRTC એ અડાજણ બસ સ્ટેશનથી નવી વોલ્વો બસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અંબાજી-શ્રીનાથદ્વારા, વડોદરા, અમદાવાદ, બસ સર્વિસ શરૂ કરી છે, જે ખરેખર રાંદેર-અડાજણ, જહાંગીરપુરા રામનગરમાં વસતાં પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ અંગે ઓનલાઈન બૂકિંગ તથા બસ ડેપો અડાજણથી થઈ શકશે. એક વખત અડાજણ ડેપોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સવિશેષ માહિતી મેળવી શકો છો.
અડાજણ, સુરત – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top