Charchapatra

નરેન્દ્ર જોષી એક સારા લોકશિક્ષક પણ હતા

૪૬ વર્ષથી સ્ટાન્ડર્ડ દૈનિક ‘ગુજરાતમિત્ર’માં વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક તરીકે સેવા આપનાર નરેન્દ્ર ભાઇ( જોષી સાહેબ) હવે રહ્યા નથી, આદર અંજલિ બાદ બે બોલ સદ્દગત વિશે કહીએ તો તેઓ કોઈ પણ વિષય કે વિચાર વર્તમાનપત્રમાં રજૂ થતાં કે રજૂ કરવા ચર્ચાનો મુદ્દો રજૂ કરતા. છપાતાં પત્રપૂર્વે વાચક સાથે યોગ્ય પરામર્શ કરી ત્યાર બાદ નિષ્કર્ષ ઉપર ઊતરી અંતિમ નિર્ણય પ્રસિદ્ધિ અંગેનો લેતા! આમ તેઓ એક અચ્છા લોકશિક્ષકની ગરજ સારતા હતા! ખેર, ચર્ચાસ્પદ કે વાદવિવાદવાળા જાહેર પત્રોને કોઈ સ્થાન નહોતું.

કિન્તુ  ચર્ચા કે, વિચારણા કરવા જેવું, ચર્ચ્ય હોય તો તેને આવકાર અને ન્યાય આપતા! જેને પગલે એ ચર્ચાપત્ર વિભાગ એક પાઠયપુસ્તક વિભાગ અને ‘ગુજરાતમિત્ર’ એક યુનિવર્સિટી કહેવાતું! વરિષ્ઠ સંપાદકીય તંત્રી ચં.પુ. બાદ સદર ચર્ચાપત્ર વિભાગમાં ઘણા સમય સુધી જોષી સાહેબનું યોગદાન ખૂબ મહત્ત્વનું અને એક સારા લોકશિક્ષક તરીકે રહેલ! અલબત્ત, વાચકો અને ચાહકો સમક્ષ નરેન્દ્રભાઇ જોષી હવે રહ્યા નથી તેથી તેમને આદર સહ સ્નેહવંદન હજો!
ગોપીપુરા, સુરત   – સુનીલ બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top