ભારત દેશ જ્યારે બધી દિશામાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે ભારતની અંદરના અને ભારતની બહારના તત્વોને રોકવા તે માત્ર સરકારનો જ નહીં દેશવાસીઓની પ્રથમ ફરજ આવે છે. આ માટે ભારતના તમામ નાગરિકોએ એક મત થઈ દરેક વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર કરવો જ રહ્યો. યુદ્ધ હવે મેદાનમાં જ નથી લડાતા પણ વેપાર ઉદ્યોગનાં ઉત્પાદનમાં પણ યુદ્ધ છે અને સ્વદેશી ઉત્પાદનથી દેશને સર્વોચ્ચ સ્થાને લાવી શકાય છે. વહેલી સવારથી જ વિદેશી ટૂથપેસ્ટ, ટુથબ્રશ, સેવિંગ કીટથી શરૂ થતો દિવસ રાત સુધીમાં ઘણી બધી ચીજ વસ્તુઓ એટલી સરળતાથી આપણા ઘરોમાં પ્રવેશી ચૂકી છે કે આ ચીજવસ્તુ વિદેશી છે તેની આપણને ખબર જ નથી.
ગરીબો કે મધ્યમવર્ગી સસ્તાની લાહ્યમાં વિદેશી રમકડાઓ વસાવે અને અમીર ઇલેક્ટ્રીક ઉપકરણ અને નાની મોટી કાર વિદેશી વસાવી પોતાના નાણાંનો દુરુપયોગ કરી દેશના આર્થિક તંત્રને કમજોર કરી રહ્યા છે. આજે દરેકના હાથમાં વિદેશી મોબાઈલ હોય છે તેઓ પણ જાગૃત થાય અને ભારતીય બનાવટના ઉત્તમ ગુણવત્તાવાળા વધારે ફીચરસ વાળા ભારતીય ઉત્પાદનના મોબાઈલ ખરીદે તે ખૂબ જરૂરી અને ભારતીય નાગરિક હોવાને કારણે ભારતીય ઉત્પાદનની ચીજ વસ્તુઓ ખરીદવી યથાર્થ બની રહે છે. જાગો ગ્રાહક જાગો ભારતીય વિદેશી ચીજવસ્તુઓને તિલાંજલી આપો.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.