ખાનગી શાળાનાં શિક્ષકની શૈક્ષણિક લાયકાત અને ડિગ્રી, ઓરીજનલ ઘણી શાળાઓ જમા રાખે છે. ભારતમાં એવો નિયમ છે? જ્યાં વ્યક્તિએ નોકરી કરવા માટે ઓરીજનલ ડોક્યુમેન્ટ શાળામાં જમા રાખવું એક મહિનાનો પગાર ડિપોઝિટ તરીકે રાખી મૂકવો? આ ઉચ્ચ અને સંસ્કારી નાગરિકોની સંસ્થામાં પોતાનો રોટલો શેકવાનો નમૂનો છે. નાના કર્મચારીને રઝળાવીને કમાણીનું વૈતરા કરવાનું સાધન બનાવવામાં આવે છે. પોતાના નિયમ બનાવી શિક્ષકો પાસે કાળી મજૂરી કરાવે છે. આવી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ સચોટ સંદેશ આપવો જોઈએ ઓરીજનલ ડોક્યુમેન્ટ લેવાનું હક તમને કોણે આપ્યો?
જો DEO પારદર્શક અને વહીવટમાં અને શિક્ષણનો વ્યવસાય પવિત્ર ગણતા હોય તો ઓરીજનલ ડોક્યુમેન્ટ લેતી શાળાઓનો સદંતર વિરોધ કરવો જોઈએ. ઘણીવાર શિક્ષણ સાથે જોડાયેલો કર્મચારી નાસીપાસ થઈને પણ તે સંસ્થાથી દૂર જઈ શકતો નથી. કારણ ઓરીજનલ ડોક્યુમેન્ટ સંસ્થા પાસે જમા હોય તે કારણે મજબૂરીમાં ઓછા પગારે નોકરી કરે છે. જો સરકારી શાળા પણ સમયે ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરીને જે તે માલિકને પરત કરે છે.
તો આ ખાનગી શાળાઓ ડિગ્રી પોતાની પાસે રાખી એ કેટલું યોગ્ય? શિક્ષકોને શાળામાં ન ફાવે, જતા રહે અને બીજા શિક્ષકો ગોતવા પડે અને તે મુજબ મહેનતાણું સારું આપવું પડે એનો રસ્તો શિક્ષકોના ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને ઓછા પગારમાં આખું વર્ષ કામ લેવામાં આવે છે. ગુજરાત સરકારમાં શિક્ષણનું નબળું કથળતું પાસુ શિક્ષકો જવાબદાર નથી. જવાબદાર ઉચ્ચ શ્રેણીમાં આવતા સેવકો અને રાજકીય વર્ગ ધરાવતા નાગરિકો સો ટકા જવાબદાર છે.
ડોલવણ, તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.