Sankheda

ખિસકોલીના માળામાંથી ઇંડા લેવા માટે વીજ થાંભલા ઉપર ચઢેલો અત્યંત ઝેરી સાપ કોબ્રા તારમાં ફસાયો

સંખેડા: સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે હોસ્પિટલ પાસે વીજળીના થાંભલા પર ચઢેલા ફેણધારી કોબ્રા સાપને જોઈને આસપાસમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

આ મામલે જાણ કરવામાં આવતા દોડી આવેલી એનિમલ રેસ્ક્યુ ટીમે કોબ્રાને ઝડપી પાડી સુરક્ષિત સ્થાને છોડી દીધો હતો.
જીવના જોખમે એનિમલ રેસ્ક્યુ ટીમે થાંભલા પર ચઢીને સાપનો જીવ બચાવ્યો, જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.



થાંભલા ઉપર ખિસકોલીનો માળો હોવાથી ત્યાં શિકારની શોધમાં કોબ્રા સાપ આવી ચડયો હતો. ત્યાં અર્થિંગનો તાર વચ્ચે આવી જતા કોબ્રા સાપ ફસાઈ ગયો હતો. ત્યાર બાદ હોસ્પિટલની બાજુમાં રહેતા કિરીટભાઈ પટેલે ગામની જ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી. વીજળીના તાર અને સામે કોબ્રા સાપ હોવાથી આ રેસ્ક્યુ મુશ્કેલભર્યું હતું તે છતાં પણ રેસ્ક્યુ ટીમે જીવના જોખમે સચિનભાઈ અને લાલાભાઈએ અનુભવના આધારે સૂઝબૂઝથીઆ કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.



ભારતીય કોબ્રાનો પ્રસુતિ કાળ એપ્રિલથી જુલાઈ વચ્ચે હોય છે, આ સમય દરમિયાન તે ઈંડા મૂકવા માટે પોલાણવાળી જગ્યા પસંદ કરે છે. કોબ્રાના ઈંડા ની સંખ્યા ૮ થી ૪૦ સુધીની હોઈ શકે છે. ૭૦ દિવસ ની અંદર ઈંડામાંથી સાપ બહાર આવે છે.



કોબ્રા સાપની લંબાઈ ૮ થી ૧૨ ઇંચ હોય છે. ભારતીય કોબ્રા સૌથી ઝેરી સાપોના વર્ગમાંથી એક છે. કોબ્રા સાપ કરડે અને એક કલ્લાક ની અંદર જો યોગ્ય સારવાર ના મળે તો માણસનું મૃત્યુ થાય છે.

ઉલ્લેખનિય છે કે હજુ ૩ દિવસ પહેલા જ સંખેડામાં સેવા સદનની સામે ભોઈ વગામાંથી દુર્લભ ગણાતા કેટ સ્નેકની જોડી મળી આવી હતી. સાપ સામાન્ય રીતે જમીનમાં દર બનાવીને રહે છે. ચોમાસાની ઋતુ આવી છે. જમીનની અંદર ગરમી અને ભેજનું પ્રમાણ વધતા આ સરિસૃપો બહાર આવે છે.

Most Popular

To Top