ડભોઇ: ડભોઇ પંથકમાં પાછલા એક સપ્તાહથી અંગ દઝાડતી ગરમી, અસહ્ય ઉકળાટ અને બફારા lથી લોકો ત્રાસી ગયા હતા. કુદરતી મેઘ મહેર ની જ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગત મોડી રાત્રીના મુશળધાર વરસાદ વરસી પડ્યો હતો. ચાર કલાકમાં જ છ ઇંચ ખાબકેલા વરસાદથી પાણીપાણી થઈ જવા પામ્યું હતું.
ડભોઇ પંથકમાં પાછલા એક સપ્તાહથી આકાશમાંથી આગ ઓકતી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. રાત દિવસ અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો રીતસર શેકાઈ રહ્યા હતા. કુદરતી મેઘમહેર સિવાય અન્ય કોઈ રસ્તો જણાતો ના હતો.ત્યારે ગતરોજ સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવનની લહેરખીઓથી લોકોને ગરમીમાં રાહત થવા પામી હતી, પરંતુ રાત્રીના પવન બંધ થઈ જતા ફરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. તેવામાં મધ્યરાત્રિના પવન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો.જે ચાર કલાક માં છ ઇંચ ખાબકી જતા નગરમાં પાણી પાણી થઈ જવા પામ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા હતા.જ્યારે ખેડૂતોને સવાર પડતા જ ખેતરોમાં પરિસ્થિતિનો તાગ મેળવવા જવું પડ્યું હતું. આમ એક જ રાતમાં ચાર કલાકમાં જ છ ઇંચ વરસાદથી પાણી પાણી થઈ જવા પામ્યું હતું.
સઈદ મનસુરી ડભોઇ (ફોટો)