Charchapatra

જીવો તો એવું જીવો, જાણે છેલ્લી ઘડી હો

સદીની મોટામાં મોટી ભયંકર અરેરાટી ભરી વિમાની દુર્ઘટના બની. આ ઘટના જ મનુષ્ય જીવનને એક મોટો પાઠ ભણાવી જાય છે. જેઓ થોડા સમય પહેલા જ હસતા, ખુશીથી જીવનનાં રંગીન સપનાઓ લઈને વિમાનમાં બેઠા, સ્વજનો એ પણ ખૂબ ઉત્સાહભેર ભારે હૃદય સાથે વિદાય આપી. હજી તો તેઓ બેઠક વ્યવસ્થામાં સીટબેલ્ટ બાંધી થોડા સ્થિર થયા હશે ત્યાં જ અનુભવી પાયલોટને શંકા જતા બચાવ માટે તેમની કોડવર્ડ ભાષામાં નીચે ‘મે ડે’ નામનો સંદેશો મોકલ્યો મતલબ પણ એટલી ક્ષણોમાં તો ધડાકાભેર વિમાન આગની લપેટમાં લપટાઈ ગયું.

તૂટી પડ્યું, કોઈ સાયન્સ કે કોઈ ટેકનોલોજી કામ ન આવી. યાત્રીઓને કે નીચે મેસમાં ભોજન લેતા ડોક્ટર્સ વિદ્યાર્થીઓને કોઈને પણ ખ્યાલ ન આવ્યો કે પવનવેગે મોત આવી રહ્યું છે, મતલબ જીવનમાં કાલનો તો શું? પણ હવે પછીની ક્ષણનો પણ કોઈ ભરોસો હોતો નથી કે હવે પછીની ક્ષણે શું બનવાનું છે. માટે મળેલા જીવનની એક એક પલ કરોડો ઘણી કિંમતી છે, તેને વ્યર્થ ગુમાવવી જોઈએ નહીં. સત્ કાર્ય કરતાં રહી વેરઝેર ભૂલી સર્વ સાથે હસી ખુશીથી રહેવું જોઈએ.
સુરત     – રેખા.એમ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top