Dahod

વિમાન દુર્ઘટનામાં દાહોદના પાંચથી છ મેડિકલ સ્ટુડન્ટ ઘાયલ

દાહોદ :

અમદાવાદ એરપોર્ટ નજીક પ્લેન ક્રેશની ઘટનાના તણાવભર્યા બનાવમાં દાહોદના પાંચ થી છ જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. જ્યાં મેડિકલ હોસ્ટેલ ચાલતી હતી ત્યાં જ પ્લેન ક્રેશ થતા તે બિલ્ડિંગમાં અભ્યાસ કરતા દાહોદના યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદના એરપોર્ટ નજીક ગતરોજ એર ઇન્ડિયા નું 242 મુસાફર સાથેનું આ એરોપ્લેન નજીકમાં જ ક્રેશ થઈ જતા સમગ્ર દેશ સહિત દુનિયામાં આ ગોઝારા બનાવને પગલે ચકચાર સાથે સ્તબ્ધતા મચી જવા પામી છે. આ ગોઝારા બનાવમાં પ્લેનમાં સવાર 240 જેટલા મુસાફરોના મોતને પગલે હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં માત્ર એક જ પેસેન્જરનો આબાદ બચાવ થયો છે. ત્યારે એરોપ્લેન જે સ્થળે ક્રેશ થયું તે બીજે મેડિકલ કોલેજ ઉપર એરોપ્લેનનો અમુક કાટમાળ ઘસી પડ્યો હતો. જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક યુવકોના પણ મોત નીપજ્યા છે. ત્યારે દાહોદના પાંચ થી છ જેટલા મેડિકલમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઇજાઓ થતા તમામ હાલ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્ત યુવકોએ પ્લેન ક્રેશ બનાવની સમગ્ર બનાવની હકીકત જણાવી હતી અને તેઓના જણાવ્યા અનુસાર આ પ્લેન ક્રેશનો બનાવ એટલો કંપાવી નાખનાર હતો કે, સૌ કોઈ ધ્રુજી ગયા હતા અને સ્થળ પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.

Most Popular

To Top