Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ દ્વારા પ્લેન ક્રેસનું રહસ્ય ખુલશે, જાણો ક્યારે અને કેવી રીતે ડીકોડ થશે

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશએ આખા દેશને હચમચાવી નાખ્યો છે . જેમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ એજન્સીઓ પ્લેનનું બ્લેક બોક્સ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બ્લેક બોક્સ પ્લેનની ઊંચાઈ, ગતિ અને એન્જિનની કામગીરી જેવા ટેકનિકલ ડેટા રેકોર્ડ કરે છે

ગઈકાલે તા.12જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ પ્લેન અચાનક નીચે પડી ગયું અને એક જોરદાર વિસ્ફોટ થયો હતો.આ પ્લેન વિસ્ફોટમાં 265 લોકોના મોત થયા છે.પ્લેન ક્રેશનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

અમદાવાદ પ્લેન ક્રેશના પાછળ અલગ અલગ અટકળો ચાલી રહી છે. જોકે, તપાસ એજન્સીઓ પ્લેનના બ્લેક બોક્સ શોધવામાં વ્યસ્ત છે. નિષ્ણાતોના મતે, અકસ્માત પછી બ્લેક બોક્સ શોધવા અને ડીકોડ કરવામાં થોડા અઠવાડિયા કે થોડા મહિના પણ લાગી શકે છે.

બ્લેક બોક્સ શું છે?: બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) હોય છે, જે પ્લેનની ઊંચાઈ, ગતિ, એન્જિન કામગીરી અને નિયંત્રણ ઇનપુટ જેવા ટેકનિકલ પરિમાણો સાથે કામ કરે છે. કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) કોકપીટ ઓડિયો રેકોર્ડ કરે છે.જેમાં પાઇલોટ્સ વચ્ચેની વાતચીતથી લઈને રેડિયો ટ્રાન્સમિશન અને યાંત્રિક અવાજો સુધીનો સમાવેશ થાય છે.

બધા પ્લેનોમાં બ્લેક બોક્સ હોય છે. જો કોઈ પ્લેન ક્રેશ થાય છે, તો બ્લેક બોક્સની મદદથી અકસ્માતનું કારણ શોધવું ખૂબ જ સરળ બની જાય છે. બ્લેક બોક્સમાં 2 નારંગી રંગના ક્રેશ રેઝિસ્ટન્સ ડિવાઇસ હોય છે, જે ભીષણ આગ કે પાણીના જોરદાર પ્રવાહમાં પણ નાશ પામતા નથી.

બ્લેક બોક્સ ખોલસે પ્લેન ક્રેશનું રહસ્ય: આવા બનાવ દરમિયાન શું પાયલટએ ઉડાન પરથી કાબૂ ગુમાવ્યો હતો? શું ફ્લાઇટનું એન્જિન ખરાબ હતું?. અંતિમ સમયમાં પાયલટ્સ વચ્ચે શું વાત-ચિત થઈ હતી? પ્લેનમાં શું કોઇ ટેક્નિકલ ખરાબી હતી? આ તમામ સવાલોના જવાબ આ બ્લેક બોક્સમાં હોય શકે છે.આ કારણે પ્લેન ક્રેશ પછી બ્લેક બોક્સને શોધવામાં આવી રહ્યું છે. પરંતુ હજી સુધી આ બ્લેક બોક્સ મળ્યું નથી.

બ્લેક બોક્સ કેવી રીતે ડીકોડ થશે?: બ્લેક બોક્સ મળ્યા પછી, તેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. બ્યુરો ઓફ એરક્રાફ્ટ એક્સિડેન્ટ આર્કાઇવ (BAAA) પહેલા બ્લેક બોક્સની તપાસ કરશે. જો બ્લેક બોક્સ નુકસાન થયું હોય, તો તેને રિપેર કરવામાં આવશે. આ પછી, ટ્રાફિક કંટ્રોલ રેકોર્ડ સહિત સમગ્ર ફ્લાઇટ ડેટા બ્લેક બોક્સમાંથી કાઢવામાં આવશે. બ્લેક બોક્સને ડીકોડ કરવા માટે 3D કમ્પ્યુટરની મદદ લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં થોડા અઠવાડિયા કે થોડા મહિના પણ લાગી શકે છે.

Most Popular

To Top