પાલિ ગામમાં ‘મહારાજ’નામના એક વૃદ્ધ માણસ રહેતા. તેઓ ગરીબ હતા, પણ હંમેશાં ખુશ દેખાતા. લોકો એમની પરિસ્થિતિ જોઈ આશ્ચર્ય કરતા -“મહારાજ પાસે તો કંઈ નથી, છતાં હંમેશા ખુશ કેમ રહે છે?”એક યુવાન, જે શહેરથી નોકરી ગુમાવીને હતાશ થઇ ગામમાં પરત આવ્યો હતો. એક દિવસ મહારાજ પાસે ગયો. તે ભારે નિરાશ હતો. તેણે પૂછ્યું, “મહારાજ, તમારા હાથમાં કંઈ નથી, ન પૈસા છે, ન ઘર, ન ભવિષ્યની ગેરંટી. તો પણ શાંતિથી કેવી રીતે જીવો છો?” મહારાજ હળવી મસ્કુરાહટ સાથે એક ખાલી થેલો લાવ્યા અને રાજ નામનાં યુવાનના હાથમાં આપતા કહ્યું, “આ થેલો ખાલી છે, પણ જરા કલ્પના કર કે એમાં તે તારો વિશ્વાસ, આશા અને સકારાત્મકતા ભરી છે. હવે જરા એ થેલો ખભે ઉપાડી લે!’ રાજે એમ કર્યું. મહારાજ બોલ્યા: “હવે કલ્પના કર કે આખું જગત તને નિરાશ કરે છે, પણ તું એ થેલામાં ભરેલો વિશ્વાસ તૂટવા દેતો નથી. આ ખાલી થેલો જ તને ફરી ઊભો કરી શકશે.”
રાજ થોડો સમય વિચારમાં પડી ગયો… પછી તેણે વૃદ્ધ મહારાજના કહ્યા પ્રમાણે ખાલી થેલામાં વિશ્વાસ, આશા,હિંમત, સકારાત્મકતા ભરી અને થોડા દિવસોમાં પોતાનું નાનું કામ શરૂ કર્યું. લોકો મજાક ઉડાવતા, પણ રાજને ખભે ખાલી થેલો હતો-જેમાં તેણે પોતાનો વિશ્વાસ, આશા હિંમત ભર્યા હતા. વર્ષોની મહેનત પછી રાજ સફળ ઉદ્યોગપતિ બન્યો અને મહારાજની સમજણ અને શબ્દો સદા યાદ રાખવા તેની કેબિનની દિવાલ પર મહારાજે વર્ષો પહેલા આપેલો ખાલી થેલો સજાવીને રાખ્યો અને બાજુમાં લખ્યું … ‘જીવનમાં ક્યારેક બધું ખાલી લાગે છે, પણ જો મનના ખાલી થેલામાં આશા અને વિશ્વાસ ભરી શકાય, તો એ ખાલીપણું આપણા માટે સૌથી મોટો ખજાનો સાબિત થઈ શકે છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે