Gujarat

એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટના: 241 મુસાફરોના મોત, એક જીવિત મળ્યો, પૂર્વ CM રૂપાણી પણ સવાર હતા

એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં સવાર 241 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એપીએ ગુજરાત પોલીસ કમિશનરને ટાંકીને આ માહિતી આપી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઈટમાં સવાર હતા. અમદાવાદ કમિશનરે માહિતી આપી છે કે વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1 મુસાફર જીવિત મળી આવ્યો છે. તેમણે કહ્યું છે કે વધુ મુસાફરો જીવિત હોવાની શક્યતા છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 10 ક્રૂ મેમ્બર અને 2 પાયલટ હતા. અમદાવાદના પોલીસ કમિશનરે માહિતી આપી છે કે વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1 મુસાફર જીવિત મળી આવ્યો છે.

વિમાન દુર્ઘટનામાં એક વ્યક્તિ બચી ગયો
એપીના અહેવાલ મુજબ અકસ્માતના થોડા કલાકો પછી પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. કારણ કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું તેથી કેટલાક સ્થાનિક લોકો પણ મૃત્યુ પામ્યા છે. જોકે હવે સમાચાર આવ્યા છે કે એક વ્યક્તિ બચી ગયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. આ પેસેન્જર પટેલવાડી ભુચરવાડા દીવના હોવાનું જાણવા મળ્યું છે.

બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર 2 પાયલટ સહિત 242  લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. વિમાનમાં જે 242 લોકો સવાર હતા તેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.

અકસ્માત સ્થળેથી મળેલા મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. તેમની ઓળખ DNA ટેસ્ટ પછી જ શક્ય બનશે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું છે. જોકે તેમના મૃત્યુની અધિકારી પુષ્ટિ હજી થઈ નથી. ડીએનએ ટેસ્ટ બાદ તેમના મૃત્યુની અધિકારી પુષ્ટિ કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે નિવેદન જારી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર અને અન્ય રહેણાંક વિસ્તારો તે સ્થળે આવેલા છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં રહેતા લોકો પણ ઘાયલ થયા છે. લગભગ 50 ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

Most Popular

To Top