Dabhoi

ડભોઇની બોરીયાદ, કુકડ, કુંવરપુરા,આસોદરા અને અમરેશ્વર ગ્રામ પંચાયતો સમરસ જાહેર

ડભોઇ: ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની આગામી તારીખ 22/06/2025 ના રોજ ચુંટણી યોજાવાની છે.જે માટે સરપંચ પદ માટે 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.જ્યારે સભ્યપદ માટે 360 લોકોએ ઉમેદવારી કરી છે.ત્યારે 28 ગ્રામ પંચાયતો માથી પાંચ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા સમરસ જાહેર થયેલી પંચાયતોના ગામોમા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમા રાજકીય ગરમાવો આવી જવા પામ્યો હતો.જેમા ચુંટણી લડનારા મુરતિયાઓ દ્વારા ચુંટણી ને લઈ ગોડફાધરો ના શરણે થઈ બિનહરીફ જીત મેળવવા માટે ધમપછાડા કરાયા હતા.જેમા બોરીયાદ અને કુકડ ગ્રામ પંચાયતો પરસ્પર ની સમજુતી થતા બંને ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી.એ રીતે કુંવરપુરા પણ સમરસ થઈ હતી.જ્યારે જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અશ્વિનભાઇ વકીલ ના પ્રયત્નો થી આસોદરા ગ્રામ પંચાયત પણ સમરસ થવા પામી હતી.જ્યારે અમરેશ્વર ગ્રામ પંચાયત ડભોઇ તાલુકા ભાજપા ના ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ ના મત વિસ્તાર મા આવતી હોવાથી તેઓના સફળ પ્રયત્ન ને કારણે તે પણ સમરસ થઈ હતી.આમ ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતો માથી પાંચ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે.જ્યારે કુલ 360 સભ્યો ના ઉમેદવારો માંથી કજાપુર,કુંઢેલા સહીત અનેક પંચાયતો માથી 120 સભ્યો પણ બિનહરીફ થઈ જવા પામ્યા હતા.આમ હવે ફોર્મપરત ખેંચવાની મુદ્દત પુર્ણ થતા જ ચુંટણી નુ ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે ગ્રામ્ય વિસ્તારો મા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.એ સાથે ચુંટ્ણી લક્ષી વાતાવરણ જામી રહ્યુ છે.

સઈદ મનસુરી ડભોઇ

Most Popular

To Top