પુરુષ હોય કે સ્ત્રી, દરેકની ઓળખ માટે જુદાં જુદાં નામ હોય છે. પરંતુ નામ પણ સુસંગત હોવાં જોઈએ, ઘણાં નામ પ્રમાણે ગુણ હોતા નથી. ઉદાહરણ રૂપે જોઈએ તો, નામ પહાડસિંહ હોય અને તે બિમાર ખૂણામાં ખાટલામાં સૂતો હોય છે. નામ ધનસુખ હોય અને તે ઉધાર-ઉછીના લેતો ફરે. નામ મનસુખ હોય અને તે સ્વભાવે કડક અને તામસી હોય, નામ તનસુખ હોય પરંતુ અનેક દર્દ-બિમારીથી પીડાતો હોય છે. નામ ઈશ્વરલાલ હોય પરંતુ એક નંબરનો નાસ્તિક હોય છે. નામ સજ્જનસિંહ હોય પરંતુ તે બેઈમાન અને અપ્રામાણિક હોય, જ્યારે દુર્જનસિંહ તે શરીફ અને ઈજ્જતદાર હોય છે. નામ જોરાવર હોય તે કાયર અને ડરપોક હોય છે. ઉપરાંત મહિલાઓમાં ઈન્દિરા હોય પરંતુ તે મજૂરી કરતી હોય છે. નામ સરસ્વતિ હોય પરંતુ તે બંને આંખે અંધ હોય છે, નામ સુરેખા હોય પરંતુ તે દેખાવે બેડોળ હોય છે. આમ નામ પ્રમાણે ગુણ ન હોય એટલે ‘‘નામ બડે ઔર દર્શન ખોટે’’ જેવું સાર્થક થાય છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.