આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્ટ (AI)ને લઇને ભયસ્થાનો બતાવવામાં આવી રહ્યાં હતાં તે હવે સાચાં પડી રહ્યાં હોય એમ લાગે છે. તાજેતરમાં એક રીસર્ચ દરમિયાન ઓપન એ.આઇ. તરફથી એ ચાઇના ત્રણ જુદા જુદા મોડેલને કામ પૂરું કરીને શટ ડાઉન થવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેઓએ તેનુ પાલન ન કરીને શટ ડાઉન કર્યું ન હતું. વાસ્તવમાં એ.આળ. સમજી ગયું હતું કે શટ ડાઉન કમાન્ડથી તે બંધ થશે. તેથી તેણે આ કમાન્ડને અવગણ્યો હતો. ઉપરોક્ત ઘટના પછી સમગ્ર વિશ્વમાં એવી ચર્ચા થયેલ છે કે શું માનવી સામે એ.આઇ.એ. બળવો પોકાર્યો છે કે બળવાનો પ્રારંભ થયેલ છે.
શું ભવિષ્યમાં ક્યારેય એઆઇ માનવીનો આદેશ માનવાનો ઇન્કાર કરી શકે છે. મશીન અને એઆઇમાં ફરક એ છે કે એ આઇ માનવીની જેમ વિચારી શકે છે અને નિર્ણય લઇ શકે છે તથા જાતે શીખી શકે છે. હવે જો ભવિષ્યમાં એ.આઇ. તેની મનમાની કરવા પર ઊતરી આવે તો શક્ય છે કે માનવી બીજા દરજજાનું પ્રાણી બનીને રહી જાય. એવી કલ્પના હોલીવુડ ફિલ્મોમાં કરવામાં આવી ચૂકેલ છે અને તેથી ઘણા વૈજ્ઞાનિકો એ.આઇ.ની દિશામાં બહુ સમજી વિચારીને આગળ વધવાની ચેતવણી પણ આપે છે.
સોલા, અમદાવાદ- પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પુરાણી અને અર્વાચીન જીવનશૈલી
આજે વોશિંગ મશીન, સિલાઇ મશીન, ઘરઘંટી, એરકન્ડીશન, કામવાળી, સાયકલ ભુલાઇ ગયાં છે. સ્કૂટર અનિવાર્ય શારીરિક શ્રમની આભડછેટ અને 50 વર્ષની રીપ્લેસમેન્ટ, એક કીલોમીટર અને કીલો લઇને પણ ચાલી શકતાં નથી. ખાણીપીણીમાં ઇન્સ્ટન્ટ ઓવનમાં ગરમ કરેલો ખોરાક, ફાસ્ટફુડની દુકાનોમાં હોમ ડીલીવરી (વીસ ટકા મોંઘી) ક્વોલીટીમાં કોઇ પૂછતું નથી. રૉ મટીરીયલમાં નવી નવી હોસ્પિટલો અને ડોક્ટરો અસાધ્ય રોગોમાં માગતી કન્સલટીંગ ફી. દવાની કંપનીઓ સાથે હોસ્પિટલોની સાંઠગાંઠ આજે ભાગ્યે જ વર્ષના વડીલો જોવા મળશે. હાથપગ ચાલે ત્યાં સુધી જ જીવો, કોઇને ભારરૂપ ન થાઓ.
અડાજણ, સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.