Comments

સાચો આનંદ કયાં?

રાજા વીરેન્દ્રસિંહ ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી હતા, પણ અંદરથી ખૂબ ઉદાસ રહેતા. એક દિવસ તેમણે તેમની રાજ્યસભામાં પૂછ્યું: ‘જિંદગીમાં સાચો આનંદ કઈ રીતે મળે?’ સભામાં શાંતિ છવાઈ ગઈ. દરેક વિચારમાં પડી ગયો કે રાજાને આનંદની શું કમી હોય તેમનું જીવન તો આનંદ સભર જ હોય ને આ કેવો સવાલ છે. ત્યારે એક અનુભવી મંત્રી ઊભા થયા અને કહ્યું, ‘મહારાજ, સાચો આનંદ તમારી પાસે છે, પણ તમે શોધી શકતા નથી. એક પ્રયાસ કરી જુઓ.’

રાજાએ પૂછ્યું, સાચો આનંદ શોધવા શું કરવું પડશે? મંત્રીએ કહ્યું, રાજન, ગામના કોઈ ગરીબ માણસ સાથે થોડા દિવસ વિતાવો -તે જે કંઈ પણ કરે છે, એનું અનુસરણ કરો. દૃઢ મનથી રાજા વેશપલટો કરી એક નાનકડા ગામમાં ગરીબ ખેડૂતના ઘરે ગયા અને બે દિવસ માટે આશરો માંગ્યો. ખેડૂતે પ્રેમથી આવકાર આપ્યો. ખેડૂત સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતો, નાની ઝૂંપડીમાં રહેતો, સાંજે પત્ની અને બાળક સાથે બેઠો હસતો,રમતો, ભોજન કરતો. તેમાંથી એવી ખુશી પ્રસરે કે રાજા જોતા રહી જાય.

આમ બે નહિ ત્રણ દિવસ વીતી ગયા. ચોથા દિવસે ખેડૂતે રાજાને પૂછ્યું: ભાઈ, તમારું અહીં આવવાનું કારણ શું છે? એવું કોઈ કામ છે જેમાં હું મદદ કરી શકું? રાજાએ હસીને કહ્યું, હું એક વસ્તુ શોધી રહ્યો હતો. જે અહીં મળી છે.’ ખેડૂતે કહ્યું,’ મારી પાસે ખપ પૂરતું પણ નથી અને છતાં અન્યનું કે અહકનું હું કઇ લેતો નથી.તમે કઈ વસ્તુની વાત કરો છો?’ રાજા બોલ્યા,’ તમારી પાસે સાચી ખુશી છે. અહીં આવ્યા બાદ મને સમજાયું કે સાચું કામ તો ખુશ રહેવાનું છે. તમે પાસે ઓછું છે, પણ દિલ સાચા આનંદથી ભરેલું છે.

ખેડૂતે જવાબ આપ્યો: ભાઈ ખાવાનું ઓછું હોય એ દુઃખની વાત નથી, પણ હસવાનું ભૂલી જવાય એ મોટું દુઃખ છે. સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે આપણે સંજોગો અને પરિસ્થિતિ નો જેમ છે તેમ સ્વીકારી કરીએ. આ વાત રાજાના દિલમાં ઊતરી ગઇ તેમને સમજાય ગયું કે સાચો આનંદ સંપત્તિમાં નથી પણ સ્વીકારમાં છે. જ્યાં કશી અપેક્ષા નહીં હોય અને દરેક ક્ષણ માટે કૃતજ્ઞતા હોય-ત્યાં સાચો આનંદ પ્રાપ્ત થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top