Dabhoi

ડભોઇ પંથકમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા શાળાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠી

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા દિવસે ઓછી જોવા મળી

ડભોઇ : ઉનાળાના વેકેશનનો સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં પુનઃ વિદ્યાર્થીઓની ચહલ-પહલનો પ્રારંભ સોમવારથી થઈ ગયો હતો. આજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓની સંખ્યા આજે પહેલા દિવસે ઓછી જોવા મળી હતી.

ડભોઇની નોબલ પબ્લિક સ્કૂલ ના પ્રમુખ એ.એ.માધવાણી ધ્વારા વિદ્યાર્થીઓને ફુલ આપી પ્રવેશ કરાવાયો હતો.તો વિશ્વ ભારતી વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઇ શાહ તથા અર્પિત શાહ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ડભોઇ નગરમાં આવેલી દયારામ શારદા મંદિર, આર.જી. પંડ્યા હાઇસ્કૂલ, નવપદ હાઇસ્કુલ, મહદેવીયા હાઇસ્કુલ સહિત નગર અને તાલુકાની વિવિધ શાળાઓ વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠી હતી.
આજથી શરૂ થયેલું શૈક્ષણિક સત્ર શાંતિપૂર્ણ વાતાવરણમાં સહઅભ્યાસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે પૂર્ણ થાય એવા આયોજનો પણ શાળાઓએ હાથ ધર્યા હતા. નવું શૈક્ષણિક વર્ષ પ્રારંભ થતાં જ શાળા પર્યાવરણમાં ચેતના આવી ગઈ છે. વાલીઓ પણ પોતાના સંતાનની કારકિર્દી બનાવવા સજાગ પ્રયત્નો કરી રહ્યાની પ્રતિતી પ્રસ્તુત વાતાવરણમાં જોવા મળી રહી છે.ઉનાળાના વેકેશનનો લાંબો ગાળો પૂરો થતાં જ નગરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ પુનઃ શરૂ થઈ ગયેલી જોવા મળી હતી. શરૂઆતના દિવસોમાં શાળાઓમાં પાંખી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળી હતી.nશાળાઓ ની પણ શરૂઆત હોવાથી વહેલી છોડી મૂકવામાં આવી હતી. શાળાઓ વહેલી છોડી મુકતા બાળકો મસ્તી કરતાં જતા જોવા મળતા હતા. ડભોઇ નગરમાં ધોરણ ૧૧- ૧૨ માટે કેટલીક શાળાઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા શરૂ કરાઇ છે.જેમાં એક જ સ્થળે ઓછા ખર્ચે બધું જ પદ્ધતિસર શિક્ષણ મળી રહે છે.જેમાં હાલ વિદ્યાર્થીઓનો વધુ ઘસારો જોવા મળી રહ્યો છે.

સઈદ મનસુરી ડભોઇ (ફોટો)

Most Popular

To Top